Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

પૂ.ભાઇશ્રીના સાનિધ્‍યમાં પોરબંદરમાં હોળી-ધૂળેટી ઉત્‍સવ વૃંદાવનની પરંપરા પ્રમાણે ઉજવાયો : સાંદીપનિ શ્રીહરિ મંદિર વ્રજના રંગે રંગાયુ

વૃંદાવનથી પધારેલ રાસ મંડળી દ્વારા વ્રજની ભાષામાં હોળી રસિયા અને લીલાની પ્રસ્‍તુતિ : પૂ.રમેશભાઇ ઓઝાએ પહેલા ફૂલોથી અને પછી રંગોથી આવેલા સૌ અતિથિ અને ભાવિકો સાથે ધૂળેટી ઉત્‍સવ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ઉજવ્‍યો

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૭ : પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રીહરિ મંદિરમાં પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્‍યમાં તા. ૨૪/૦૩/૨૦૨૪, રવિવારે હોળી ઉત્‍સવ અને તા.૨૫/૦૩/૨૦૨૪ સોમવારના રોજ ધૂળેટી ઉત્‍સવ ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવાયો હતો.

ફાગણ સુદ પૂનમ રવિવારનાના રોજ શ્રીહરિ મંદિરમાં સવારે સર્વે શિખરો પર વિધિવત પૂજન પૂર્વક નૂતનધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું. સાંજે ૬ વાગ્‍યેથી ઠાકુરજી સન્‍મુખ વૃંદાવનની પ્રસિદ્ધ રાસ મંડળી દ્વારા પહેલા ફૂલોથી અને પછી રંગોથી આવેલા સૌ અતિથિ અને ભાવિકો સાથે ધૂળેટી ઉત્‍સવ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ઉજવ્‍યોᅠરસિયાનું ગાયન તેમજ અદ્‌ભૂત લીલાની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.ᅠ આ દરમ્‍યાન સાંજે ૬.૩૦ થી ૭ દરમ્‍યાન ઉત્‍સવસ્‍વરૂપ સર્વે વિગ્રહોની સાથે પૂજય ભાઈશ્રીની ઉપસ્‍થિતિમાં અબીલ, ગુલાલથી હોળી રમ્‍યા હતા અને સાંજે ૭ વાગ્‍યે સાયં આરતી સંપન્ન કરવામાં આવી. ત્‍યારબાદ ફરીᅠ

રાત્રે ૮ વાગ્‍યે થી ૯ વાગ્‍યા સુધી વૃંદાવન થી પધારેલᅠ રાસ મંડળી દ્વારા વ્રજની ભાષામાં હોળી રસિયા અને લીલા ની પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી.ᅠ રાત્રે ૯ᅠ વાગ્‍યે વિધિવત સંકલ્‍પપૂર્વક અને પૂજન સાથે હોલિકાદહન કરવામાં આવ્‍યું અને સાંદીપનિમાં આવેલ અતિથીઓ અને પોરબંદરથી આસપાસ આવેલા ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો પૂજય ભાઈશ્રીએ સૌને પ્રસાદ આપ્‍યો હતો.ᅠ

તા. ૨૫/૦૩/૨૦૨૪, સોમવાર, ધૂળેટી પર્વના દિવસે સવારે ૮ વાગ્‍યે સર્વે શિખરો પર પૂજન પૂર્વક નૂતન ધ્‍વજારોહણ થયું. ત્‍યારબાદ ૯થી વૃંદાવનથી આવેલ મંડળી દ્વારા રસિયા ગાનની સાથે-સાથે પૂજય ભાઈશ્રીએ શ્રીહરિમંદિરમાં બિરાજમાન શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન સહિત સૌ સ્‍વરૂપો સાથે ફૂલોથી અને રંગોથી હોળી ઉત્‍સવ મનાવ્‍યો હતો. ત્‍યારબાદ વૃંદાવનથી આવેલી મંડળી દ્વારા વૃંદાવનની પરંપરા મુજબ ખૂબ જ સરસ રીતે આનંદદાયક લીલાની પ્રસ્‍તુતિ થઈ અને ત્‍યારપછી વૃંદાવનની મંડળી અને પૂજય ભાઈશ્રીએ પહેલા ફૂલોથી અને પછી રંગોથી આવેલા સૌ અતિથિ અને ભાવિકો સાથે ધૂળેટી ઉત્‍સવ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ઉજવ્‍યો હતો. આ અવસરે શ્રીહરિ મંદિર જાણે સાક્ષાત્‌ વ્રજમય બન્‍યું હોય એવું વાતાવરણ સર્જાયું હતું.ᅠ ધૂળેટી ઉત્‍સવ બાદ પૂજય ભાઈશ્રી દ્વારા શ્રીહરિ ભગવાનની ફૂલડોલ ઉત્‍સવની આરતી કરવામાં આવી હતી.

આ સમગ્ર હોળી-ધૂળેટી પર્વમાં દેશ-વિદેશના અને પોરબંદર વિસ્‍તારના આસપાસના લોકો ખૂબ જ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા અને ઉત્‍સવનો આનંદ અને દર્શનનો લાભ લીધો હતો.(તસ્‍વીર : મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:25 am IST)