Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વાંકાનેરમાં સાધુ સમાજ દ્વારા સમુહ લગ્નોત્‍સવ

વાંકાનેર તા.૨૭: વાંકાનેરમાં આજે શ્રી દશનામ ગોસ્‍વામી યુવા ગ્રુપ  ચેરી.ટ્રસ્‍ટ, વાંકાનેર દ્વારા સમસ્‍ત સાધુ સમાજના દ્વીતીય સમુહ લગ્નોત્‍સવ યોજાયેલ હતો. ચાંચ નવદંપતિઓએ આજે પ્રભુતામાં પગલા પાડયા હતા. સવારે ૭/૩૦ કલાકે જાન આગમન બાદ હસ્‍તમેળાપ- સત્‍કાર સમારંભ-ભોજન સમારંભ અને છેલ્લે દિકરીઓની વિદાય બપોરે ર વાગ્‍યે સમાપન થયેલ. નિવૃત્ત પીએસઆઇ પ્રેમગીરી દેવગીરીના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ આ લગ્નોત્‍સવમાં ભૂજ, વાંકાનેર, જામનગર, મનડાસર, વાઘેલા (વઢવાણ) અને રાજકોટના નવદંપતિઓએ  પ્રભુતામાં પગલા પાડયા હતા.

આ લગ્નોત્‍સવમાં આચાર્ય પદે શાષાીજી ગોપાલભાઇ પંડયા બીરાજમાન રહ્યાં હતાં. આ પ્રસંગે સન્‍માનીત દાતાશ્રીઓ અને બહારગામથી સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં. કરીયાવરમાં અનુક ઘરવખરીની ચીજવ્‍સતુઓ તેમજ દાતાઓ તરફથી રોકડ રકમો પણ અપાઇ હતી.

આ સમુહલગ્ન ગૃપના પ્રણેતા સ્‍વ. દલપતગર અમૃતગર ગોસ્‍વામીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરાઇ હતી. ઉપરોકત પ્રસંગે રાજકોટ-વાંકાનેરના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ હાજરી આપીને નવદંપતીઓને આર્શિવચન બાદ તેઓએ કરીયાવરનું નિરીક્ષણ કર્યુ હતું સમસ્‍ત સાધુ સમાજ દ્વારા સાંસદશ્રીનું શાલ ઓઢાડી સન્‍માન કરાયું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ઁપરેશભાઇ મઢવી, કેતનગીરી ગોસ્‍વામી અને ગોસ્‍વામી યુવા ગૃપના યુવાનો હાજર રહ્યા હતા.

(11:48 am IST)