Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોરબીમાં મોહિતભાઇ જાકાસણીયા પાસે પઠાણી ઉઘરાણી કરી બે વ્યાજખોરોનો હુમલો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ર૭ : મોરબીમાં વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે. જેમાં ૨ ઈસમોએ યુવકને વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો. આ મુદ્દે ઈજાગ્રસ્ત યુવકે મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી મોહીતભાઇ રામજીભાઇ જાકાસણીયાએ આરોપી ભાવેશ હરીભાઇ બારોટ અને બાબા જીવણભાઇ જીલરીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, આરોપીઓ પાસેથી મોહીતભાઇએ વ્યાજે પૈસા લીધેલ હોય જે વ્યાજે લીધેલ પૈસાનુ ઉચુ વ્યાજ ચુકતે કરી આપેલ હોવા છતા આરોપીઓ વ્યાજની ઉઘરાણી માટે મોહીતભાઇને ફોન કરતા તેમણે  ફોન નહી ઉપાડતા આરોપીઓ રોષે ભરાયા હતા. જેથી પંચાસર રોડ-વાવડી રોડના નાકે મોહીતભાઇને આરોપી ભાવેશએ લોખંડના પાઇપ વડે તેમજ આરોપી બાબાએ પ્લા.ના પાઇપ વડે ફરી.ને આડેધડ મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઇ.પી.કો. કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મહેન્દ્રનગર ચોકડી પાસે

જુગાર રમતા બે પકડાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સીએનજી પંપની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા ઝિંઝુવાડીયા અને પ્રકાશ જેરામભાઈ જોબનપુત્રાને ગંજીપતાના પાના તથા રૃ. ૨૧૫૦ રૃપિયાની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હતી.

(4:29 pm IST)