Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જૂનાગઢમાં બંધ મકાનમાંથી રોકડ સહિત રૂા.૩૫ હજારની મતાની ચોરી

તસ્‍કરો ત્રણ મોબાઇલ પણ ચોરી ગયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૭: જૂનાગઢમાં બંધ મકાનમાંથી તસ્‍કરો રોકડ તેમજ ત્રણ મોબાઇલ સહિત રૂા.૩૫ હજારની મતાની ચોરી કરીને નાસી ગયા હોવાની પોલીસમાં ફરીયાદ થઇ છે.

જૂનાગઢમાં સુખનાથ ચોક પાસે આવેલ સુતાર ગલીમાં રહેતા વેપારી અબ્‍દુલરઉફભાઇ ઉસ્‍માનભાઇ ગડરના બંધ મકાનમાંથી રાગીનાં સમયે () ડેલી ટપીને ખાબકયા હતા.

બાદમાં બેડરૂમના કબાટના ખાનામાંથી રૂા.૧૫ હજારની રોકડ તેમજ રૂા. ૨૦ હજારની કિંમતના ત્રણ એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન મળી કુલ રૂા.૩૫ હજારની કિંમતનો મુદામાલ તસ્‍કરો ચોરી ગયા હોવાની ફરીયાદ થતાં એ ડીવીઝનના પી.એસ.આઇ આર.પી. ચુડાસમાએ ડોગ વગેરેની મદદ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

(1:36 pm IST)