Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જામનગર જિલ્લાના ધ્રાફામાં પોણા બે ઇંચ, મોટા ખડબા - વાંસજાળીયા - જામવાડીમાં પોણો ઇંચ વરસાદ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : જામનગર જિલ્લાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ઝાપટાથી માંડીને પોણા બે ઇંચ વરસાદ પડયો છે.

જેમાં જામજોધપુર તાલુકાના ધ્રાફામાં પોણા ૨ ઇંચ, જામવાડી અને વાંસજાળીયામાં પોણો, લાલપુરના મોટા ખડબામા પોણો ઇંચ વરસાદ પડયો છે.

આ ઉપરાંત જામનગર જિલ્લાના વસઇ, લાખાબાવળ, ફલ્લા, દરેડમાં ઝાપટા પડયા છે.

જ્‍યારે જોડિયાના બાલંભા, ધ્રોલના લતીપુર, જાલીયાદેવાણી, લૈયારામાં પણ ઝાપટા વરસ્‍યા છે.

કાલાવડ તાલુકાના ખરેડીયામાં અડધો ઇંચ તથા નિકાવા, નવાગામ, મોટા પાંચ દેવડામાં ઝાપટા પડયા છે.

જામજોધપુરના સમાણા, શેઠવડાળા, ધુનડા, પરડવામાં ઝાપટાથી અડધો ઇંચ વરસાદ પડયો છે.

જ્‍યારે લાલપુર તાલુકાના પીપર ટોડા, ભણગોર, મોડપર, ડબાસંગમા ઝાપટા પડયા છે.

(1:16 pm IST)