Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

પોરબંદરમાં તીનપતી જુગાર રમતા ૪ શખ્સો ૨૦ હજાર રોકડ સાથે ઝડપાયા

પોરબંદર,તા. ૨૭: રાવલીયા પ્લોટમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂ.૨૦,૩૭૦ રોકડ સાથે એલસીબી પોલીસે પકડી પાડેલ છે.

એલસીબી પોલીસના પી.આઈ એમ. એન દવે સાહેબ એસીબી ઓફિસ હાજર હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ ની ચોક્કસ બાતમીને આધારે પોરબંદરના શ્રીમત એવા રાવલીયા પ્લોટમાં ગલીમાં ભરતભાઈ વેજાભાઇ સિસોદિયા તેમના રહેણાંક મકાનમાં પોતાના અંગત સ્વાર્થ માટે બહારથી લોકોને બોલાવી નાલ ઉદ્યરાવવીઙ્ગ ગંજી પત્ત્।ા તીનપતીઙ્ગ રોન નો જુગાર રમાડી જુગારનો અખાડો ચલાવે છે તે હકીકત ઉપરથી રેડ કરતા (૧) ભરત વેજાભાઇ સિસોદિયા રાવલીયા પ્લોટ (૨) નરોતમ વજે રામ દેવ મોરારી મીલપરા વાળા (૩) અબ્બાસ અહેમદભાઈ ની ગામરા કુંભાર વાળો (૪). નીરવ ભરતભાઈ વારા જુગારના સાહિત્ય સાથે રોકડ રૂપિયા૨૦૩૭૦ તથા મોબાઈલ નંબર ૩ રૂપિયા ૬૫૦૦ કુલ રૂ ૨૬ ૮૭૦ નો મુદ્દામાલ કબજે કરી કમલાબાગ પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો.

 આ કામગીરીમાં પી.આઈ એમ એન દવે એ.એસ.આઇ રમેશભાઈ જાદવ બટુકભાઈ વિજુડા હેડકોન્સ્ટેબલ સલીમભાઈ પઠાણ એચ સી રવિભાઈ ગોવિંદ ભાઈ મકવાણા સુરેશભાઈ નકુમ કોન્સ્ટેબલ  દિલીપભાઈ મોઢવાડિયા આ તમામ સ્ટાફ જોડાયેલ અને આરોપીઓને પકડી પાડેલ.

(11:45 am IST)