Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

જામનગરમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લાના સંતોની ગુરૂવંદના

 

જામનગર : ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પરંપરા નું અનેરું મહત્વ છે ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે છોટી કાશી ગણાતા જામનગર ના વિવિધ ધર્મસ્થાનો અને પરંપરાગત હિંદુ સંસ્કૃતિની ગાદી પર બિરાજમાન વર્તમાન ગુરુજીઓના વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના પદાધિકારીઓએ ગુરુ વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જામનગર શહેરની પ્રાચીન ધર્મસ્થળોમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ ગુરુપૂર્ણિમાના અવસરે પહોંચ્યા હતા અને જેમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ ની આદ્યપીઠ શ્રી ૫ નવતનપુરીધામ ખીજડા મંદિર ખાતે આચાર્ય શ્રી૧૦૮ કૃષ્ણમણીજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભરાયજી મહોદય, બેડી ગેટ સ્વામિનારાયણ મંદિરના ચત્રભુજ સ્વામીજી, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના શ્રી ધર્મનનિધિ સ્વામીજી, કબીર આશ્રમના બ્રહ્મલીન શ્રી જગદીશદાસજી સાહેબ, સ્વામિનારાયણ ગુરુકુળ ના ટ્રસ્ટી, પંચમુખી હનુમાનજી મંદિરના સંત શ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ, ગુરુદ્વારા ના ગ્રંથિ સાહેબ, માનવ ઉત્થાન સેવા સમિતિના મહંત ભાવના બાઈજી, દક્ષા બાઈજી, શ્રી નિકુંજ આશ્રમ ના માં ઋતેશ્વરી દેવીજી, શ્રી હરીબાપૂ રાધે ક્રિષ્ના વાળા, શ્રી રિધ્ધિ સિધ્ધિ ગણેશ આશ્રમ ના મહંત શ્રી મુકતાનંદ ગીરીજી મહારાજ, શ્રી તાળિયા હનુમાન મંદિર ના સંત શ્રી ભરતદાસબાપુ, શ્રી સંન્યાસ આશ્રમ ના સંત શ્રી સ્વામી સત્યાનંદ સરસ્વતીજી, તથા સંત શ્રી લાલબાપુ સહિતના સંતો મહંતો ને ગુરુપૂર્ણિમાએ પુષ્પહાર અર્પણ કરી વંદન કરી સૌરાષ્ટ્ર પ્રાંત વિશ્વ હિન્દુ પરિષદ નો ખાસ ગુરુપૂર્ણિમાનો સંદેશ અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતો મહંતો નું માર્ગદર્શન અવિરત મળી રહે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમાના પાવન અવસરે જામનગર જિલ્લા ઉપાધ્યક્ષ રમેશ ભાઈ તારપરા, સૌરાષ્ટ્ર પ્રાંત બજરંગ દળના સંયોજક રવિરાજસિંહ જાડેજા,જીલ્લાસહમંત્રી રવિન્દ્રભાઈ કુંભારાણા, જિલ્લા કોષાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, ધર્માચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા, સેવા વિભાગ સંયોજક પ્રફુલભાઈ ચૌહાણ ,ધર્મેશભાઈ ગોંડલીયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રચાર પ્રસાર વિભાગના જિલ્લા સંયોજક કિંજલભાઈ કારસરીયા,સહ સંયોજક વિજયભાઈ અગ્રાવત, જીલ્લા માતૃશકિત સહ સંયોજીકા હીનાબેન અગ્રાવત, જીલ્લા દુર્ઞાવાહિની સંયોજીકા કૃપાબેન લાલ, તથા દુર્ગાવાહિની શહેર સંયોજીકા આરતી બેન ઠાકોર સહિતના વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની ના અગ્રણી હોદ્દેદારોએ ધર્મસ્થાનોમાં જઈને ગુરુ પૂર્ણિમા ના પાવન અવસરે સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

 

(1:00 pm IST)