Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ઉના-ગીરગઢડા તાલુકાઓમાં બળેલા વીજ ટ્રાન્સફોર્મરો વહેલી તકે બદલવા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

ઉના, તા.૨૭: ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકાઓમાં બળેલ ટ્રાન્સફોર્મરો તાત્કાલીક બદલવા અને ખેડુતોને કૃષી વિષયક વિજ પુરવઠો સતત આઠ કલાક બ્રેક વગર પુરો પાડવા તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારી હસ્ત મુખ્યમંત્રીને આવેદન મોકલી આપ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકાઓમાં તૌકતે વાવાઝોડા બાદ વિજ પુરવઠો સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયેલ. હજારો વિજ થાંભલાઓ પડી ગયેલ અને અનેક ટ્રાન્સફોર્મરો સંપૂર્ણ નુકશાન થવા પામેલ, જેના કારણે સંપૂર્ણ વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયેલ, વાવાઝોડાને મહીનાઓ વીતિ ગયા હોવા છતાં વાવાઝોડાથી તમામ ક્ષતિગ્રસ્ત તમામ વિજ લાઈનો, ટ્રાન્સફોર્મરો, અને વાયરો બદલી/રીપેર કરીને વિજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી હજુ સુધી પૂર્ણ, કરવામાં આવેલ નથી. વાવાઝોડા બાદ વિજ પુરવઠો પુનઃ સ્થાપીત કરવાની કામગીરી મંથર ગતીએ ચાલતી હોવાથી આજદિન સુધી ઉના/ગીરગઢડા તાલુકાઓમાં વિજ પરવઠો પુનઃ સ્થાપીત થઈ શકયો નથી, જે તંત્રની નિષ્ફળતા છતી કરે છે.

ઉના/ગીરગઢડા તાલુકાઓમાં ૫૧૨ જેટલા ટ્રાન્સફોર્મરો બદલવાના બાકી છે. ટ્રાન્સફોર્મરો સમયસર ન બદલતા હજારોની સંખ્યામાં વિજ ગ્રાહકો અને ખેડુતોને વિજ પુરવઠો બંધ છે. બળી ગયેલા ટ્રાન્સફોર્મર ૨૦ થી રપ દિવસ સુધી ન બદલતા ખેડુતો અને ઘર વપરાશના વિજ ગ્રાહકોને લાંબા સમય સુધી વિજ પુરવઠાથી વંચિત રહેવું પડે છે. ચોમાસા બાદ ખેડુતોને સિંચાઈ માટે વિજ પુરવઠાની જરૃરીયાત હોય તેવા સમયે જ ૧૦, ૧૬, રપ, ૬૩, ૧૦૦ કે.વી.એ. ના બળી ગયેલ ટ્રાન્સફોર્મર ઉપલબ્ધ ન હોવાથી સમયસર ન બદલતા ખેડુતોનો ઉભો પાક સુકાઈ કે બળી જવાની દહેશત ઉભી થઈ છે, અને આગામી સીઝન માટે ખેડુતો નવા પાકનું વાવેતર કરી શકતા નથી. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(9:41 am IST)