Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કુકસવાડા-ખંભાળીયા રોડ ઉપર દિપડાને હડફેટે લઇને મોતને ઘાટ ઉતારનાર વાહન ચાલકની શોધખોળ

માળીયા-હાટીના,તા.૨૭ : માળીયા હાટીના તાલુકાના માળીયા હાટીના તાલુકા ના  કુકસ વાડા   ખંભાળિયા રોડ ઉપર ૫ વર્ષ આસ પાસ ની ઉંમર ના દીપડા નું  અકસ્માતે મોત થયાનું  જાણવા મળ્યું છે

આજે વહેલી સવારે કૂકસ વાડા ગામના વિવેક ભાઈ ધીરૂભાઇ કામદિયા વોકિંગમાં નીકળેલ ત્યારે તેમણે એક દીપડાને મૃત હાલતમાં જોતા તેમને માળીયાના વન વિભાગને ફોન થી જાણ કરતા માળીયા હાટીના વન વિભાગના આર એફ ઓ એ કે અમીન સ્ટાફ સાથે તાત્કાલિક દોડી જઇ દીપડાનો કબ્જો લઈ આ દીપડાનું અકસ્માતે  અકસ્માતે મોત થયાનું જણાવેલ છે  આ દીપડાનો ડેડ બોડીને પી એમ માટે સિમર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલેલ છે.

(12:48 pm IST)