Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ભાવનગરમાં બંધ મકાનમાં રોકડ થતા ઘરેણાની ચોરી

ભાવનગર તા.૨૮ :  ભાવનગર શહેરના રૂપાણી વિસ્‍તારમાં આવેલા મકાનમાં  ત્રાટકેલા તસ્‍કરોએ રૂા.૧,૭૫,૦૦૦ની કિંમતના દાગીના તેમજ ૧૫ હજારની રોકડ રકમ અને બેંક અને એલઆઇસીના મહત્‍વના દસ્‍તાવેજોની ચોરી કરી હતી.કલ્‍પનાબહેન પંડ્‍યાએ ઘોઘારોડ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યા ઙ્કમાણે તેમનું રૂપાણી વિસ્‍તારમાં ચંપાહાઉસ ખાતે મકાન આવેલું છે અને તે મકાન હાલ બંધ હાલતમાં છે. તેમનાથી નાનાબહેન શેલજાબહેન ક્રેસંટ વિસ્‍તારમાં રહે છે અને હાલ તેમનું નવુ મકાન બની રહ્યું હોવાના કારણે તેમનો કિંમતી સરસમાન ચંપાહરના મકાનમાં મુકયો હતો.મકાનમાં કોઇ રહેતું ન હોવા છતાં તેની સાફસફાઇ રોજ કરવામાં આવે છે.  ફરિયાદી તેમજ તેમના કામવાળા બહેન મકાનમાં ગયા ત્‍યારે મકાનના મુખ્‍ય દરવાજાનો આગળીયો તુટેલો હતો. મકાનમાં તપાસ કરતાં મકાનમાં સરસામન વેરવિખેર હતો કબાટમાં તપાસ કરવામાં આવતાં રૂા.૧,૬૦,૦૦૦ની કિંમતના સોનાના બે હાર, રૂા.૧૫,૦૦૦ની કિંમતનો ચાંદીનો રથ, કારના કાગળ, બેંક અને એલઆઇસીના મહત્‍વના કાગળો તેમજ રૂા.૧૫,૦૦૦ની રોકડ રકમની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી.

(11:57 am IST)