Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જૂનાગઢમાં ધુળેટીનાં દિવસે નણંદની નજર સામે યુવતીની છેડતી

અભદ્ર ચેષ્ટા પણ કર્યાની ૨ શખ્‍સ સામે ફરિયાદના પગલે પોલીસ તપાસ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૮ : જૂનાગઢમાં ધુળેટીના દિવસે ૨ શખ્‍સે યુવતીનો હાથ પકડી છેડતી અને અભદ્ર ચેષ્ટા કર્યાની રાવ થતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

શહેરના વણઝારી ચોક વિસ્‍તારમાં રહેતી ૧૯ વર્ષની યુવતી  તેના નણંદ અને મંગેતર સાથે ધુળેટીના દિવસે બપોરે જવાહર રોડ વિસ્‍તારમાં રહેતા પિતરાઈ ભાઈને ત્‍યાં ધુળેટી રમવા માટે ગઈ હતી. રંગથી રમીને યુવતી નણંદ વગેરે સાથે ઊભી હતી. ત્‍યારે ૩ શખ્‍સે બાઈક પર નીકળી અભદ્ર ઈશારા અને ચેષ્ટા કરતા નણંદ, ભોજાઈ ઉશ્‍કેરાઈ જતા બોલાચાલી થઈ હતી.

આ દરમ્‍યાન એક શખ્‍સ નાસી ગયો હતો અને અન્‍ય અજાણ્‍યા શખ્‍સે યુવતીનો હાથ પકડી બાઈક પર બેસી જવાનું કહેતા યુવતીએ રાડારાડ કરતા સગા સંબંધીઓ દોડી આવતા બાઈક પર ભાગી ગયા હતા.

યુવતીએ છેડતી કરનાર શખ્‍સના બાઈકના નંબર જીજે-૧૧-સીજે-૪૨૩૩ હોવાનું પોલીસને જણાવતા પોલીસે તોફિક અબાઅલી અરબ અને અજાણ્‍યા શખ્‍સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ મહિલા એએસઆઇ વી. એલ. લખધીર ચલાવી રહ્યા છે.

(12:01 pm IST)