Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

આટકોટમાં પુત્રીના મોતના આઘાતમાં પિતા વલ્લભભાઇ કુંવરીયાનો ઝેર પી આપઘાત

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા., ર૮: આટકોટમાં પુત્રીના મોતથી ભાંગી પડેલા લાચાર પિતાએ ઝેરી દવા ગટગટાવી મોતની સોડ તાણી લીધી હતી.

આટકોટ પાણીના ટાંકા પાસે સરદાર ચોક પાસે રહેતા વલ્લભભાઇ બચુભાઇ કુંવરીયા ઉંમર વર્ષ ૬પ રોજ પોતાના ઘરે હતા ત્‍યારે તેમણે ઝેરી દવા પી લીધી હતી. વૃધ્‍ધને ઝેરી અસર થતા તેમને સારવાર માટે રાજકોટ હોસ્‍પીટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જયાં વૃધ્‍ધનું મોત નિપજતા પરીવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

પ્રાથમીક પુછપરછમાં મૃતક વલ્લભભાઇ પુત્રી હેતલના લગ્ન થઇ ગયા હતા. બાદ હેતલ ઝેરી દવા ગટગટાવી અને તેમનું મૃત્‍યુ નિપજયું હતું. પુત્રીના વિરહમાં જ પિતા વલ્લભભાઇએ ઝેરી દવા પી લીધી હતી અને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્‍યું છે. વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.

(12:02 pm IST)