Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

પ્રેમસંબંધના કારણે સગીરાની માતા-પિતા અને બહેને હત્‍યા કરી નાંખી

તમારે મને મારી નાખંવી હોય તો મારી નાખો હું પ્રેમી સાથે ફોન ઉપર વાત કરીશ તેમ કહેતા સગીરાને મોતને ઘાટ ઉતારી દેવાઇ

બહેનના નણંદના પતિ સાથે પ્રેમ સંબંધ હોય માતા-પિતા અને બહેને સગીરાના મ્‍હોં ઉપર ઓશિકાનો ડુમો આપી પતાવી દિધીઃ વાંકાનેરના દિઘલીયા ગામનો બનાવઃ સગીરા રિંકલનું એટેકથી મોત થયાનું જાહેર કર્યું પણ ગળામાં ઇજાના નિશાન જણાતા પોલીસને જાણ કરાતા ભાંડો ફૂટયો

(પ્રવીણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા.૨૮: વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે બનેલા એક ચોંકાવનારા બનાવમાં માતા - પિતા અને બહેને સાથે મળી પ્રેમાંધ બનેલી સગીર વયની દીકરીને ભરઊંઘમાં જ બેરહમીથી મોઢા ઉપર ઓશીકાથી ડૂમો દઈ હત્‍યા કરી નાખ્‍યા બાદ જાણે કઈ જ બન્‍યું ન હોય તેમ દીકરીને હાર્ટએટેક આવ્‍યાનું જાહેર કર્યું હતું. જો કે મળતકના કૌટુંબિક સગાને બનાવ શંકાસ્‍પદ લાગતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્‍યો હતો. મળતક સગીરાને માતપિતાએ તેના બામણબોર ખાતે રહેતા પ્રેમી સાથે ફોનમાં વાત કરવાની ના પાડી હોવા છતાં દીકરી વાત કરતી હોવાથી માતાપિતાએ અને દીકરીએ મળી સગીરાની હત્‍યા કર્યાનું ખુલતા હાલમાં પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્‍હો દાખલ કર્યો છે.

ચોંકાવનારી ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલિયા ગામે રહેતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયાની પુત્રી રીંકલ મહેશભાઇ ઉ.૧૬નું તા.૨૬ના રોજ મળત્‍યુ થતા ઘરમાં રડવાનો અવાજ આવતા પાડોશમાં જ રહેતા તેમના કૌટુંબિક ભાઈ દિનેશભાઇ ગૌરીદાસ ગોંડલીયા અને તેમનો પરિવાર મહેશભાઈના ઘેર દોડી જતા મહેશભાઈએ રિંકલનું રાત્રે હાર્ટએટેકથી મળત્‍યુ થયાનું જણાવ્‍યું હતું. જો કે,મહેશભાઈના કૌટુંબિક સગા દિનેશભાઇને રિંકલના ગળા ઉપર ઇજાના નિશાન દેખાતા ગામના સરપંચ અને અન્‍ય આગેવાનોને જાણ કરી મળતક રિંકલનો મળતદેહ વાંકાનેર ખસેડી પોલીસને જાણ કરતા પોલીસે રિંકલના મળતદેહને રાજકોટ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમમાં ખસેડ્‍યો હતો.

બીજી તરફ પોલીસ આવવાની સાથે જ રિંકલના પિતા ભાંગી પડ્‍યા હતા અને દિનેશભાઇ સમક્ષ સમગ્ર ઘટનાક્રમ વર્ણવી મહેશભાઈએ સ્‍વીકાર્યું હતું કે, અમારાથી ભૂલ થઇ ગઈ છે અને અમે જ અમારી પુત્રીને મારી નાખી છે. આ મામલે મળતક રિંકલના કૌટુંબિક સગા એવા દિનેશભાઇ ગૌરીદાસભાઈ ગોંડલિયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં રિંકલના પિતા મહેશભાઈ રવિરામભાઇ ગોંડલીયા, માતા સુરેખાબેન મહેશભાઈ ગોંડલીયા અને બહેન હિરલ વિરુદ્ધ હત્‍યા કરવા મામલે ગુન્‍હો નોંધાવ્‍યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મળતક રિંકલ ઉ.૧૬ વાળીને તેની મોટીબહેનના નણદોયા રાહુલ મુકેશભાઈ કાપડી રહે.બામણબોર વાળા સાથે પ્રેમ સંબંધ હોય જેથી માતા, પિતા અને બહેને સમજાવવા છતાં રિંકલ માનતી ન હોય અને ફોનમાં રાહુલ સાથે વાતચીત કરતી હોવાની સાથે માતાપિતાને અને બહેનને કહ્યું હતું કે, તમારે મને મારી નાખવી હોય તો મારી નાખો હું તો વાત કરીશ, જેથી મળતકના માતાપિતા અને બહેને રિંકલ સુઈ ગયા બાદ હાથ, પગ પકડી રાખી મોઢા ઉપર ઓશીકાનો ડૂમો દઈ ત્રણેય જણે સાથે મળી મોતને ઘાટ ઉતારી કોઈને શંકા ન જાય તે માટે હાર્ટએટેક આવ્‍યાનું રટણ ચાલુ રાખ્‍યું હતું. જો કે સમગ્ર મામલે મળતકના કૌટુંબિક સગાને શંકા જતા ચોંકાવનારું સત્‍ય બહાર આવ્‍યું છે અને હાલમાં રિંકલના માતા, પિતા અને બહેન વિરુદ્ધ વાંકાનેર પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(12:07 pm IST)