Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સમુદ્રમાં ભરતી સમયે પાણીનો પ્રવાહ વધતા દ્વારકાના ગોમતી નદીના સામે કાંઠે ૪૦ લોકો ફસાયા : રેસ્ક્યુ કરીને બચાવાયા

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૮ :દ્વારકા ખાતે ગોમતી નદીના સામે કાંઠે લોકો ફસાયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.નદીમાં પાણી વધી જવાથી કાંઠે પંચકુઇ વિસ્તારમાં ગયેલા લોકો ફસાતા ફાયર વિભાગ દ્વારા રેસ્કયુ કરાયું હતું.

    અત્રે ઊલેખનીય છેકે ગોમતી નદી સમુદ્ર સાથે જોડાયેલ હોઈ સમુદ્રમાં ભરતી સમયે નદીમાં પાણીનો પ્રવાહ ખુબજ વધી જતો હોય છે ત્યારે અચાનક જ નદીનું પાણી વધતા સામે કાંઠે 40 થી વધુ લોકો ફસાયા હતા.

    તમામ લોકોને દ્વારકા ફાયરની ટીમ અને સ્થાનિક બોટવાળા દ્વારા રેસ્ક્યું કરાયા હતા.

(12:25 pm IST)