Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જામનગરના ચકચારી હારૂન પાલેજા હત્‍યા કેસમાં ફરાર આરોપીઓને અઠવાડીયામાં ઝડપી લેવાશેઃ પ્રેમસુખ ડેલુ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર, તા., ર૮: જામનગરના ચકચારી વકીલશ્રી હારૂન પાલેજાના હત્‍યા કેસમાં અત્‍યાર સુધીમાં ૮ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્‍યા છે અને બાકીના આરોપીઓને પણ અઠવાડીયામાં ઝડપી પાડવામાં આવશે તેમ પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું છે.

જામનગર શહેરમાં ગત તા. ૧૩ ના રોજ બેડી વિસ્‍તારમાં જાણીતા વકીલ શ્રી હારૂન પલેજાનું ખુન થયેલ હતું. જેમાં કુલ ૧પ આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદ દાખલ થયેલ છે. આ ગુનાની તપાસ માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ના.પો. અધિક્ષક જયવીરસિંહ ઝાલા હેઠળ એક સ્‍પેશ્‍યલ ઇન્‍વેસ્‍ટીગેશન ટીમ બનાવેલ હતી. તપાસ મુખ્‍ય અધિકારી તરીકે પો.કોન્‍સ. એન.એ.ચાવડાની નિમણુંક કરેલ છે અને એલસીબી પો.ઇન્‍સ. વી.એમ.લગારીયા, એસઓજી પો.ઇન્‍સ. બી.એન.ચૌધરી તથા પો.સ.ઇ. આર.એમ.કરમટા તથા પો.સ.ઇ. એલ.એમ.જેર તેમજ સીટી બી ડીવી. પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ પો.સ.ઇ. કે.ડી.જાડેજાને સુચના કરી અલગ-અલગ ટીમ બનાવેલ હતી.

તપાસ દરમ્‍યાન કુલ છ આરોપીઓ ક૧) બશીરભાઇ સ/ઓ જુસબભાઇ હાજીભાઇ સાયચા વાઘેર ઉ.વ.૩ર રહે. બેડીના ઢાળીયા પાસે, ગરીબનગર પાણાખાણા (ર) ઇમરાનભાઇ સ/ઓ નુરમામદભાઇ હાજીભાઇ સાયચા વાઘેર ઉ.વ.૪૦ રહે. બેડીના ઢાળીયા પાસે, ગરીબનગર પાણાખાણા (૩) સિકંદરભાઇ ઉર્ફે સિકલો સ/ઓ નુરમામદભાઇ હાજીભાઇ સાયચા  વાઘેર ઉ.વ.૩ર રહે. બેડીના ઢાળીયા પાસે, ગરીબનગર પાણાખાણા (૪) રમજાનભાઇ સ/ઓ સલીમભાઇ જુસબભાઇ સાયચા વાઘેર ઉ.વ.૩ર રહે. બેડીના ઢાળીયા પાસે , ગરીબનગર પાણાખાણા (પ) દિલાવર સ/ઓ હુશેનભાઇ સુલેમાનભાઇ કકલ (વાઘેર) ઉ.વ.ર૩ રહે. બેડી દિવેલીયા ચાલી (૬) સુલેમાન સ/ઓ હુશેન સુલેમાન કકલ (ઉ.વ.ર૪) ધંધો ડ્રાઇવર, રહે. બેડી, દિવેલીયા ચાલી ભારત મીલ પાછળ તેમજ બે કિશોરોની ધરપકડ કરવામાં આવેલ છે.

(1:03 pm IST)