Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અમરેલી જીલ્લામાં ૮ જગ્‍યાએ દરોડાઃ મહિલા સહિત ૮ ઝડપાયાઃ ૨૦ નશાખોરો સામે કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: રેન્‍જ આઇજી ગૌતમ પરમારની સુચના અને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહના માર્ગદર્શન હેઠળ દરોડા પડાયા હતા.

લીલીયા, નાગેશ્રી, મીરન પીપાવાવ, જાફરાબાદ, અમરેલી તાલુકા, જાફરાબાદ મરીન, ખાંભા, બાબરા, ધારી, રાજુલા અમરેલી શહેરમાંથી જુદા જુદા સ્‍થળોએ એક વાહનચાલક સહિત ૨૦ શખ્‍સોને નશો કરેલ હાલતમાં પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી હતી. જિલ્લામાં ખાંભા, જાફરાબાદ, બાબરા, ધારી, સાવરકુંડલા રૂરલ, રાજુલા, તેમજ અમરેલી શહેરમાં જુદા જુદા આઠ સ્‍થળોએ પોલીસે દેશી દારૂના દરોડા પાડી એક મહિલા સહિત આઠ શખ્‍સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.

(1:04 pm IST)