Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કેશોદમાં લૂંટ-અપહરણના ગુન્હામાં બામણાસાનો વિજય કરંગીયા ઝડપાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૮ : નાયબ પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા ની સુચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક બી. સી. ઠકકર કેશોદ વિભાગ કેશોદના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી લેવાયો છે.

છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી વિજય અરજણભાઇ કરંગીયા જાતે. આહીર ઉ.૩૦ ધંધો મજુરી રહે. બામણાસા ગામ તા. કેશોદવાળો હાલમાં કેશોદ ટાઉન વિસ્તારમાં ફુવારા ચોક વિસ્તારમાં આવેલ છે જે મળેલ ચોકકસ બાતમીના આધારે પકડી પાડેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એ. બી. ગોહીલ પો. સબ. ઇ. એસ. કે. મહેતા, એ. એસ. આઇ. વી. એમ. કોડીયાતર, પો. હેડ કો. રણજીતભાઇ મેરામભાઇ ડાંગર પો. કો. સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પો. કો. રોહીતભાઇ મોહનભાઇ ભંભાણા પો. કો. સુરેશભાઇ મોહનભાઇ ભંભાણા રવીભાઇ જગદીશભાઇ ધોળકીયા પો. કો. કરણભાઇ હમીરભાઇ ભાટીયા પોલીસ સ્ટાફે કરેલ છે.

(1:20 pm IST)