Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

અયોધ્‍યામાં પાંચ દિવસના ખાસ સર્વદેવ કાર્યક્રમનું આયોજન

અયોધ્‍યાઃ રામમંદિરના ગર્ભગૃહનું નિર્માણ એક જૂનથી શરૂ થશે. મુખ્‍યપ્રધાન યોગી આદિત્‍યનાથ તેનો શુભારંભ કરશે. એ પહેલા ૨૮મે થી પાંચ દિવસના ખાસ સર્વદેવ અનુષ્‍ઠાન શરૂ થશે. આ અનુષ્‍ઠાનમાં બધા દેવી દેવતાઓને પ્રસન્‍ન કરવા વિધીપુર્વક પુજા અર્ચન કરવામાં આવશે. આ ખાસ અનુષ્‍ઠાનમાં રૂદ્રી, દુર્ગા સપ્‍તશતી, વિષ્‍ણુ સહસ્‍ત્રનામ, ચતુર્વેદના નિયમીત પાઠ બે સત્રોમાં સવારે ૮ થી ૧૧ અને બપોરે ૩ થી ૬.૧૫ સુધી કરાશે.

આ અનુષ્‍ઠાન માટે રાજસ્‍થાનથી પંડિત હિતેશ અવસ્‍થી, સિધ્‍ધાર્થ નગરના ઉમેશ ઓઝા, બંગાળના લીલારામ ગૌતમ, દિલ્‍હીના પવન શુકલ, વારાણસીના રામજી મિશ્રા તથા અયોધ્‍યાના દુર્ગાપ્રસાદ, શિવશંકર વૈદિક, રઘુનાથદાસ શાસ્‍ત્રી, પ્રમોદ શાસ્‍ત્રી સહિત ૪૦ વિદ્વાનો ઉપસ્‍થિત રહેશે. પાંચ જૂને અનુષ્‍ઠાનનું સમાપન થશે જેમાં મુખ્‍યમંત્રી યોગીની સાથે નાયબ મુખ્‍યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય પણ સામેલ થશે અને હવનમાં આહુતિઓ આપશે.

શનિવારે શ્રીરામ જન્‍મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્‍ટના મહામંત્રી ચંપતરાય, ડો.અનિલ મિશ્રા, મહંત દિનેન્‍દ્ર દાસ અને અન્‍ય ટ્રસ્‍ટીઓ યજમાનની ભૂમિકામાં રહેશે. આ કાર્યક્રમ માટે અયોધ્‍યાના મુખ્‍ય સંતોને પણ આમંત્રણ મોકલાઇ રહ્યા છે. સાથે જ પરિસરને શણગારાઇ રહ્યું છે. આ અનુષ્‍ઠાન રામજન્‍મ ભૂમિ પરિસરના પૂજા મંડપમાં થશે.

(3:32 pm IST)