Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના પાણી પુરવઠાના કામોની સમીક્ષા કરતા મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

પાણી પુરવઠાના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાઃ એજન્સીઓને વ્યાજબી કારણો સિવાય મુદત વધારો ના આપવોઃ જમીન-વિજ કનેકશનના પ્રશ્નો અંગે વિશેષ સંકલન કરવું : મરામત નિભાવણીના કામો પેન્ડિંગ ના રહે : સઘન મોનીટરીંગ અને સુપરવિઝન રાખવા તાકીદ

જૂનાગઢ, તા.,૨૮: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં કાર્યરત પાણી પુરવઠાના કામોની સમીક્ષા બેઠક પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ખાતે યોજાઇ હતી.

મંત્રીશ્રીએ પીવાના પાણી માટે કાર્યરત તમામ જૂથ યોજના, પાણી વિતરણ પાઇપલાઇન, જૂથ યોજનાના સુધારણાના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા સાથે ગુણવત્ત્।ા જાળવવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

ગ્રામ્ય વિસ્તાર કે શહેરમાં પીવાના પાણી સંબંધિત કામોમાં વીજ કનેકશન કે જમીન સંબંધિત પ્રશ્નો બાબતે સુચારૂ સંકલન રાખવા જણાવી મંત્રીશ્રી કુંવરજીભાઈ એ કહ્યું કે, મહેસુલ વિભાગના તેમજ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને રૂબરૂ મળી પ્રશ્નો ઉકેલવા આ પ્રશ્નો  નુ નિવારણ ના થાય તો સત્વરે ઉચ્ચ કક્ષાએ ધ્યાન દોરવા જણાવ્યું હતું.

     મરામત તેમજ નિભાવણીના કામોમાં સદ્યન સુપરવિઝન અને મોનીટરીંગ રાખવા સાથે જે એજન્સીઓ કામગીરીમાં સમય મર્યાદા જાળવે નહિ તેમને વ્યાજબી કારણો સિવાય મુદત વધારો ના આપવા અને તેની સામેં કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના એમડી દિનેશભાઈ ખટારીયા, પાણી પુરવઠા બોર્ડના ચીફ ઇજનેર રામ ચંદાણી, ભારતીબેન મિસ્ત્રી, શ્રી લાડ તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી સીંધલ, શ્રી આંત્રોલીયા,શ્રી વ્યાસ સહિત નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ ઉપસ્થિત રહી જે તે જિલ્લા લગત કામગીરીની વિગતો આપી હતી.

(11:40 am IST)