Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

રાજકોટનો શખ્સ જુનાગઢની મહિલા સહિત ૧૦ ઇસમો જુગાર રમતા ઝબ્બેઃ રૂ.૯.૬૭ લાખનો મુદામાલ કબ્જે

વંથલીના ધંધુસર ગામે જુગાર કલબનો પર્દાફાશ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૮ : વંથલીના ધંધુસર ગામે ચાલતી જુગાર કલબનો જુનાગઢ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કરી રાજકોટનો શખ્સ તેમજ જુનાગઢની મહિલા સહિત ૧૦ ઇસમોને રૂ.૯.૬૭ લાખના મુદામાલ સાથે જુગાર રમતા રમતા પકડી પાડતા હલચલ મચી ગઇ હતી.

વંથલી તાલુકાના ધંધુસર ગામનો મહેશ રામભાઇ દિવરાણીયા તેની ગામની સીમમાં આવેલ રહેણાંક મકાને જુગાર રમાડતો હોવાની બાતમી મળતા જુનાગઢ એસ.પી.રવિ તેજા વાસમ સેટ્ટીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પી.આઇ., પી.એસ.આઇ. બાટવા, ગોહીલ તેમજ હેડ કોન્સટેબલ શબ્બીરખાન સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે જુગારધામનો સંચાલક મહેશ વિદરાણીયા તેમજ જોષીપરાનો ચેતન નાગજીભાઇ ધડુક, ધર્મેશ પ્રાગજી પોશીયા, રાજકોટના દેવપરાનો અને જુનાગઢનો વતની વસીમ ઇકબાલ ગીરાચ, મેંદરડાના પરસોતમભાઇ રણછોડ ભાખર, વધારીનો રણમલ ભીખાભાઇ ઝાલા, જુનાગઢનો શખ્સ મગનભાઇ ટાટમીયા, ઇમરાન આમદ મઘરા, ધંધુસરનો રણજીત મોહનભાઇ વાઘ અને જુનાગઢમાં ઝાંઝરડા રોડ પેટ્રોલપંપ પાછળ રહેતા જલ્પાબેન હરિભાઇ આસોદરીયા સહિત ૧૦ જણાને જુગાર રમતા પકડી પાડયા હતા. એલસીબીએ જુગારીઓ પાસેથી રૂ.૩,૬૦,૭૦૦ ની રોકડ, નાલના રૂ.૧૦,પ૦૦, રૂ.૪૬ હજારની કિંમતના ૧૦ મોબાઇલ ફોન તેમજ રૂ. પાંચ લાખની કાર અને રૂ.પ૦ હજારમાં બે બાઇક મળી કુલ રૂ.૯,૬૭,ર૦૦નો મુદામાલ કબ્જે કરી તમામની સામે  વંથલી પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જુનાગઢમાં દરોડો

જુનાગઢના ખલીલપુર રોડ, આતેના ઓમનગરમાં જાહેરમાં ખેલાતો જુગાર બીડીવીઝન પોલીસે પકડી પાડયો હતો.

અહિથી  પોલીસે વિજયાબેન પ્રવીણ ધાળીયા, પુષ્પાબેન રસીકભાઇ ધાળીયા, જોશનાબેન શંકરભાઇ ધાળીયા, કંચનબેન દામજીભાઇ સોલંકી, કિરણબેન ગોવિંદભાઇ ડાકી, સરલાબેન દામજી વેકરીયા અને અનસુયાબેન કલ્પેશ રામનંદી સહિત ૭ મહિલાને રૂ.૧૦૧ર૦ સાથે જુગાર રમતા ઝડપી લઇ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(12:54 pm IST)