Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

નરસિંહ મહેતા યુનિ. અને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના ઉપક્રમે સ્વાતંત્ર્ય સંગ્રામમાં સૌરાષ્ટ્રના સંતોનું યોગદાન વિષયે સેમીનાર યોજાયો

જૂનાગઢ,તા.૨૮:  સંગ્રામમાં સૌરાષ્ટ્રના સંતોનું યોગદાન વિષયે ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ દ્વારા યુનિ. ખાતે એક દિવસીય સેમીનાર યોજાયો હતો.

ભકત કવિ નરસિંહમહેતા યુનિવર્સિટી કુલપતિ ડો.ચેતન ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સેમીનારમાં વકતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.આરઝી હકૂમતની ગામડે ગામડે પહોંચાડેલી આહલેક હોય કે કુરિવાજો,જડ રૂઢિઓ પરંપરાઓ નાબૂદ કરી સંતોએ સમાજને શિક્ષિત કર્યા છે. એટલું જ નહીં સ્વાતંત્ર્ય સંગ્રામના વીરલાઓને ગિરનાર તિર્થક્ષેત્રના સંતોએ મંદિરો આશ્રમોમાં જીવના જોખમે આશરો આપ્યો હતો.

ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના મુખ્ય સંગઠનકાર બાલમુકુંદજી પાંડેએ કહ્યું કે ભારતમાં આત્મવિશ્વાસ પુનઃસ્થાપના કરવામાં સંતો નું ખુબ મોટુ યોગદાન છે. સંતોએ દેશ પર આપત્ત્િ। આવી હોય એ સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે સ્વાભિમાનને જગાડવાની વાત હોય સંતોએ સમાજને હંમેશા પ્રેરણા આપી છે. સમિતિ દ્વારા ભારત ગુજરાત જૂનાગઢ સૌરાષ્ટ્ર સહિતના ઇતિહાસને ઉજાગર કરવા સૌના સહયોગથી કાર્યવાહી થશે.

પુરાણી મહંત સ્વામીશ્રી માધવદાસજીએ  આશીર્વચન પાઠવતા કહ્યું કે જે પ્રજા પોતાના ઇતિહાસ થી બે ખબર  હોય તેનું પતન થાય છે. ઇતિહાસ વર્તમાન પેઢીને પ્રેરણા આપે છે. તેમણે સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથોનો અભ્યાસ થકી સમાજ શિક્ષિત અને સ્વતંત્ર બને છે તેમ જણાવી લોકોને આ ગ્રંથોનો અભ્યાસ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

અધ્યક્ષીય પ્રવચનમાં ડો. ચેતન ત્રિવેદીએ કહ્યું કે ભારતીય જ્ઞાન પરંપરા ધર્મ અધ્યાત્મ ક્ષેત્ર સહિત નુ ખેડાણ આવશ્યક છે. ઇતિહાસના પરીપ્રેક્ષ્યમાં આપણો વિસ્તાર ઇતિહાસને પણ સ્થાન મળે તે જરૂરી છે. ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગ દ્વારા તે અંગે કાળજી લેવાશે તેમ ઉમેર્યું હતું.

ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના ઉપાધ્યક્ષ ડો. ગીરીશ ઠાકરે તેમની આગવી શૈલીમાં રાજા પહેલા સંતો નું સ્થાન આરઝી હુકુમતમાં બ્રહ્મચારી મહારાજ અને મેર લડવૈયાઓની બાબતોને ઉજાગર કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા ડોકટર કલ્પનાબેન માણેકે પણ તેમના વિચારો રજૂ કર્યા હતા.

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના વડા ડો. વિશાલ જોશીએ જૂનાગઢના સંતો બિલખાના નથુરામ શર્મા,હવેલી ના મુખ્યા પુરષોત્ત્।મ લાલજી મહારાજ,સોમનાથજી મહારાજ,શ્રી મયારામ બાપુ, શ્રી બાલમુકુંદદાસજી વેરાવળ,આલીધ્રાનાશ્રી બ્રહ્મચારી બાપુ, કેવદ્રાના સંત શ્રી ડાયારામ માંગનાથ પિપળીના. શ્રી મહંત મહંતગીરી બાપુ સહિતના સંતો ની સ્વાતંત્ર્ય સંગ્રામમાં ધરતી અને ધર્મની રક્ષા માટે સોરઠી સંતો એ આપેલા યોગદાનની ભૂમિકા આપી હતી.

સેમિનારમાં ઇતિહાસ વિષયના પ્રાધ્યાપકો, શિક્ષકો,ડો.સુભાષ મહિલા  કોલેજના પ્રિન્સિપાલ ડો.બલરામ ચાવડા,યુનિ. ઈંગ્લિશ વિભાગના હેડ પ્રો. શેખ,રજીસ્ટ્રાર  ડો. મયંક સોની સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સેમીનારમાં ઇતિહાસ ના પ્રાધ્યાપક દ્વારા શોધ નિબંધો પણ રજૂ થયા હતા. સેમીનારના અંતે ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના ગુજરાતના મંત્રી હસમુખભાઈ જોશી એ આભાર દર્શન કર્યું હતું. તેમજ પ્રોફેસર રમેશે સેમીનાર નું સંચાલન કર્યું હતું.

ઇતિહાસ વિષયના જ્ઞાનના આદાન-પ્રદાન માટે એમ.ઓ. યુ. કરાયા

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને ભારતીય ઇતિહાસ સંકલન સમિતિ વચ્ચે ઇતિહાસ વિષયના જ્ઞાનના આદાન-પ્રદાન માટે સેમિનારમાં એમ.ઓ. યુ. કરાયા હતા. ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના રાષ્ટ્રીય સંગઠનકાર ડો. બાલમુકુંદ પાંડે અને ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સોનીએ વિધિવત એમ.ઓ. યુ. કર્યા હતા. કુલપતિ ડો ચેતન ત્રિવેદી અને અન્ય મહાનૃભાવો ઉપસ્થિતિમાં આ સમજૂતી કરાર કરાયા હતા. એમ.ઓ. યુ. અંગે ડો. વિશાલ જોષીએ સમગ્ર કાર્યવાહી કરી હતી. 

(12:54 pm IST)