Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

ઓખાથી ૧૦ નોટીકલ માઇલ દૂર 'કૃષ્ણ સુદામા' વહાણમાં ૧૨ ખલાસીઓને બચાવી લેતુ કોસ્ટગાર્ડ :

ઓખાઃ ઓખાથી ૧૦ નોટીકલ માઇલ દૂર અરબી સમુદ્રમાં માલવાહક ૧૨ ખલાસી સાથેનું 'કૃષ્ણ સુદામા' નામનું વહાણ ૯૦૫ ટન ચોખા અને ખાંડનો જથ્થો લઇને મુંદ્રાથી જતુ હતુ ત્યારે કોઇ પણ કારણસર વહાણ ઓખાથી ૧૦ નોટીકલ માઇલ દૂર ડૂબવા લાગ્યું હતું. આ માહિતી ઓખા કોસ્ટગાર્ડને મળતા ઓખા કોસ્ટગાર્ડે ચાલી ૪૧૧ પેટ્રોલીંગ બોટે રેકયુ ઓપરેશન શરૂ કર્યું હતું. ૨૬ મી સપ્ટેમ્બરના રાત્રીના ઓખાથી ૧૦ નોટીકલ માઇલ દૂર આ વહાણ ડૂબવા લાગતા ખલાસીઓને વહાણ છોડવા મજબુર બનવું પડ્યું હતું. ત્યારે દરીયા સીમાડાના રક્ષા કરતી એજન્સીએ દરીયામાં જીવન મરણ વચ્ચે સઘર્ષ કરતા ૧૨ ખલાસીઓને ઓખા કોસ્ટગાર્ડ બચાવી લીધા હતા. અને ઓખા કોસ્ટગાર્ડ કનકાઇ જેટી પર સલામત પહોંચાડયા હતા. અહીં ૧૨ ખલાસીઓએ પોતાના આપવીપીત વર્ણવી હતી અને ઓખા કોસ્ટગાર્ડ જવાનોનો આભાર માન્યો હતો. (તસ્વીર-અહેવાલ : ભરત બારાઇ-ઓખા)

(11:38 am IST)