Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

અમરેલી નાગરિક બેન્કનો સતત ૧૮ માં વર્ષ NPA ૦% રહ્યો

અમરેલી,તા. ૨૮:  નાગરિક સહકારી બેંક લી. ની પ૬ મી સ્વાગત બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણ તથા આસી. મેનેજર દિલીપ ધોરાજીયાએ કરેલ. તારીખઃ ૩૧-૦૩-૨૦૨૦ના રોજ થાપણ રૂ૧૧૫૫૦૪.૩૪ લાખ થવા પામેલ છે તેમજ ધિરાણ રૂ ૭૫૦૯.૮૮ લાખ થયેલ છે. તેમજ ચાલુ વર્ષે બેંકે ઈન્કમટેક્ષ પ્રોવીઝન પહેલાનો નફો ઈં  ૩૦૪.૭૯ લાખ કરેલ છે. બેંકે રીકવરી પર પુરતું ઘ્યાન આપી બેંકની નફાની પરિસ્થિતી જાળવી રાખી બેંકે તમામ પાસા પર પ્રગતિ કરેલ છે. બેંકનું ધ્યેય ઉત્ત્।મ ગ્રાહક સેવાનું રહયું છે. બેંક દ્વારા દર વર્ષની માફક સભાસદોને મહત્ત્।મ ૧૫ ટકા ડિવીડન્ડ જાહેર કરવામાં આવેલ છે જે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાની સુચના મળ્યા પછી ચુકવવામાં આવશે.

બેંકના પુર્વ ચેરમેન પી. પી. સોજીત્રાની દેખરેખ નીચે બેંકનાં રીકવરી ઓફિસર અજયભાઈ નાકરાણી અને તેમની ટીમે સતત ૧૮ માં વર્ષે પણ બેંકનું નેટ એન.પી.એ. ૦% અને ગ્રોસ એન.પી.એ. ૮.૮૭૭% જાળવેલ છે. ગ્રોસ એન.પી.એ. માં મહતમ ખાતાઓ સોનાના દાગીના સામે આપેલ ધિરાણના છે.

બેંક દ્વારા ICICI Bank Ltd. -ની સાથે ટાઇઅપ કરી  RuPay પ્લેટફોર્મ દ્વારા ATM cum Debit Card ની સેવા ચાલુ છે. બેંકનું  ATM કાર્ડ ભારતભરનાં આશરે ૨,૩૭,૦૦૦ ATM સેન્ટર ખાતે રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના વખતોવખતના નિયમોનુસાર માન્ય છે. ઉપરાંત આ RuPay ATM cum Debit Card  દ્વારા મોલ, પેટ્રોલપંપ, દુકાનો જેવા આશરે ૧૦,૦૦,૦૦૦ થી વધુ વેચાણકેન્દ્રો ઉપરથી પોઈન્ટ ઓફ સેલ (POS) મશીન પર સ્વાઈપ કરી ખરીદી કરી શકાય છે. વધુમાં બેંક દ્વારા મોબાઈલ બેંકીંગ એપ્લીકેશન (વ્યુ ફેસેલીટી), એસ.એમ.એસ. / મીસ્ડ કોલની સુવિધા, અધતન અને અપડેટેડ વેબસાઈટ, ઈલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર, ફિકસ ડિપોઝીટ ઓટો રીન્યુઅલ, કવીક સ્ટેટમેન્ટ ઈ-મેઈલ દ્વારા મેળવવાની સુવિધા વગેરે જેવી સેવાઓ પુરી પાડવામાં આવે છે તેમજ ઈ-કોમર્સ, IMPS, ઈન્ટરનેટ બેકીંગ, મોબાઈલ બેંકીંગ (્રાન્સેકશન ફેસેલીટી) જેવી આધુનિક સેવાઓ પણ બેંકના ખાતેદારોને ટુંક સમયમા મળી રહે તે માટે બેંક સતત પ્રયત્નશીલ છે.

બેંક ઉપર છેલ્લા ૫૮ વર્ષથી જે સભાસદો, વેપારીઓ, ડિપોઝીટરો, ખેડૂતોએ વિશ્વાસ મુકેલ છે તે વિશ્વાસ બેંકે સતત જાળવી રાખેલ છે.

અમરેલી નાગરિક સહકારી બેંક લી. માત્ર બેંકીંગ કામકાજ કરતી બેંક નહીં બનતા જાહેર જનતાને ઉપયોગી બેંક બની છે અને બેંકની ટીમ સમાજ પ્રત્યે કંઈક કરી છુટવાની ભાવના દર્શાવે છે. આ ભગીરથ કાર્ય માટે બેંકના ચેરમેનશ્રી જયેશભાઈ નાકરાણી, વાઈસ ચેરમેન મનસુખભાઈ ધાનાણી, મેનેજીંગ ડિરેકટર ભાવિનભાઈ સોજીત્રા, બેંકના પુર્વ ચેરમેન અને ડિરેકટરશ્રી પી. પી. સોજીત્રા તેમજ સમગ્ર બોર્ડ ઓફ ડિરેકટરશ્રીઓ અને બેંકના જનરલ મેનેજર આવિષ્કાર ચૌહાણ, આસી. મેનેજરશ્રી દિલીપ ધોરાજીયા, રીકવરી ઓફિસર અજય નાકરાણી આસીસ્ટન્ટ રીકવરી ઓફિસર નિતિનભાઈ ખીમાણી તથા સમગ્ર સ્ટાફની કાર્યક્ષમ કામગીરીને આભારી છે.

(12:57 pm IST)