Gujarati News

Gujarati News

News of Monday, 28th September 2020

દ્વારકાનાં રૂપેણ બંદરમાં ડિગ્રી વગર સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો

ખંભાળીયા-દ્વારકા, તા.૨૮: દ્વારકામાં ફરી એક મુન્નાભાઇ એમબીબીએસ ઘોડા ડોકટર પોલીસના હથ્થે ચડયો છે. દ્વારકા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મલી હતી કે દ્વારકામાં દવાઓ તથા બીનઅધીકૃત ડોકટરો કામ કરી રહ્યા છે, જેથી દ્વારકા પોલીસને જાણ કરી હતી, ફરીયાદના આધારે દ્વારકા પોલીસના ઇન્ચાર્જ પીઆઇ ગજેન્દ્રસિંહ ઝાલા તથા તેમનો સ્ટાફ અને આરોગ્ય વિભાગે સંયુકત ઓપરેશન હાથ ધર્યું હતું જેમા દ્વારકાના તમામ મેડીકલ સ્ટોર તથા ખાનગી હોસ્પિટલોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમા રૂપેણ બંદર ખાતે એક ઓરડામાં ટેબલ,ખુરશી નાખી પ્રેકિટસ કરતા એક ડોકટરોને દવાના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પોલીસને સોપવામાં આવતા, પોલીસે ગુલામહુસેન ગફાર જેઠવા ઉ. વર્ષ ૪૩ની કુલ ૨૧૨૯ની કીમતની દવા સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

(1:02 pm IST)