Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ગોંડલ ડેપો મેનેજર સસ્પેન્ડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૮ : કંઇ ને કંઇ કારણોસર વિવાદ માં રહેતાં ગોંડલ એસટી ડેપો ફરી ચર્ચાસ્પદ બન્યો છે.ડેપો મેનેજર ને વિભાગીય નિયામક દ્વારા સસ્પેન્ડ કરી દેવાતા ચર્ચા મચી જવાં પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ એસટી ડેપો નાં મેનેજર જે.આર.અગ્રાવત ને સસ્પેન્ડ કરી દેવાયા છે.

ખાનગી વાહનો તથાં  ચાલકો દ્વારા એસટી સ્ટેન્ડ  માંથી ખુલ્લેઆમ મુસાફરો ને લઇ જવાતાં હોવાનો વિડીયો વાયરલ થતાં અને તેનાં પડઘા વિભાગીય નિયામક કચેરી સુધી પડ્યા હોય નિયામક જે.બી.કરોતરા દ્વારા  ત્વરિત્વ પગલાં લઇ ડેપો મેનેજર અગ્રાવત ને સસ્પેન્ડ કરાયાં છે.ઉલ્લેખનીય છે કે ખોટનાં ખાડામાં ગતિવિહીન બનેલાં ગોંડલ ડેપોમાં ખાનગી વાહનોની બેરોકટોક હેરાફેરી ડેપો ને નુકશાન કર્તા હોવાં છતાં છેલ્લા ત્રણ વષઁ થી ફરજ બજાવી રહેલાં ડેપો મેનેજર મુક બની તમાશો નિહાળી રહ્યા હતાં.

(12:07 pm IST)