Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પોરબંદર : માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગીને ફિશીંગ નહીં કરવા સૂચના

દરિયામાં કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ જણાય તો ટ્રોલ ફ્રી નંબર ૧૦૯૩ અથવા ટોલ ફ્રી -૧૦૦ ઉપર તુરંત જાણ કરવી

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નીરક્ષક મનીન્દ્ર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ. મોહન સૈની દ્વારા પોરબંદર જીલ્લામાં સપ્ટેમ્બર માસમાં ફીશીંગનીલ સિઝન શરૂ થયેલ હોય જેથી ભૂતકાળ ના બનાવોને ધ્યાને લઇ દરિયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવવા સારૂ માછીમારો આંતરરાષ્ટ્રીય જળસીમા ઓળંગી માછીમારી કરે નહીં અને દરીયમાં થતી ગે.કા. પ્રવૃત્તિ અંગેની માહિતી મળે તે હેતુસર દરીયામાં ફીશીંગ કરવા જતી બોટોનું સઘન ચેકીંગ તથા ટંડેલ ખલાસીઓને રાષ્ટ્ર વિરોધ તત્વો દ્વારા થતી ગે. કા. પ્રવૃતિ અંગે માહિતગાર કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર કે.આઇ.જાડેજા તથા પો. સબ. ઇન્સ. એચ.સી. ગોહિલનાઓને સુચના આપવામાં આવેલ છે.

જે સુચના આધારે પો. ઇન્સ. તથા પો. સબ. ઇન્સ. તથા કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ એસ.ઓ.જી. ટીમના માણસો દ્વારા માછીમારોને આંતરરાષ્ટ્રીય જળસીમા તથાનો ફિશીંગ ઝોનમાં માછીમારી નહી કરવા અને આતંરીક સુરક્ષા અને હાલની પરિસ્થિતિ ને ધ્યાને રાખીદરીયાઇ સુરક્ષા સુદ્રઢ બનાવવા સારૂ અને દરિયામાં થતી ગે.કા. પ્રવૃત્તિ ડામવના હેતુસર દરિયામાં કોઇ ગે.કા. પ્રવૃત્તિ જણાયતો ટ્રોલ ફી નં. ૧૦૯૩ તથા એસ.ઓ.જી. પોરબંદરને તથા નજીકના પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમના ટોલ ફ્રી નં. ૧૦૦ અથવા દરીયાઇ સુરક્ષાને લગત એજન્સીઓને માહિતી આપવા દરેક બોટના ટંડેલ ખલાસીઓ તથા માલીકોમાં જાગૃતતા લાવવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પીઆઇ કે.આઇ. જાડેજા પીએસઆઇ એચ.સી. ગોહિલ તથા પીએસઆઇ પી.ડી. જાદવ, તથા પીએસઆઇ આર.એચ. જારીયા તથા એ.એસ.આઇ. એમ.એમ. ઓડેદરા, મહેબુબખાન બેલીમ, વિપુલભાઇ બોરીચા, ડ્રા. ગીરીશભાઇ વાજા રોકાયેલ હતા.

(1:11 pm IST)