Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

અવિરત વરસાદથી સોરઠમાં ખેડુતો પરેશાન, આગોતરા વાવેતરની મગફળી ઉગવા લાગી

જુનાગઢ જિલ્લામાં ર૭ દિવસમાં સીઝનનો ૬૬ ટકા વરસાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮: અવિરત વરસાદથી ખેડુતો પરેશાન થઇ ગયા છે અને આગોતરા વાવેતરની મગફળી જમીનમાં ઉગવા લાગતા ધરતીપુત્રો વધુમાં મુશ્કેલીમાં મુકાય ગયા છે.

જુનાગઢ જિલ્લાનાં છેલ્લા ર૪ કલાક દરમ્યાન ર૮૭ મીમી વરસાદ થતા મોસમનો કુલ વરસાદ ૧૦રપ૯ મીમી (૧૦૯.૯૭ ટકા) થયો હતો.

બીજી તરફ જિલ્લામાં ચાલુ મહિનાના ર૭ દિવસમાં સીઝનનો ૬૬ ટકા વરસાદ નોંધાતા અને હજુ પણ વરસાદની આગાહી હોય હવે ખેડુતોને ફાયદાને બદલે નુકશાનીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.

જયાં મગફળીનું આગોતરૂ વાવેતર કરાયું હતું ત્યાં સતત વરસાદને લઇ ઉભી મગફળી પાક ઉપર આવતાં જમીનમાં ઉગવા લાગી છે. આથી આ મગફળીને ફરજીયાત ઉપાડવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

કેટલાંક વિસ્તારોમાં ફરી વરસાદ થતાં મગફળીનાં પાથરા પલળી જવા પામ્યા હતા.

દરમ્યાન આજે પણ જુનાગઢ જિલ્લામાં સવારથી મેઘાવી માહોલ છે પરંતુ નોંધપાત્ર વરસાદનાં વાવડ નથી. 

(1:38 pm IST)