Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબી : એટીએમ તોડી ચોરીના પ્રયાસમાં ત્રિપુટી રીમાન્‍ડ ઉપર

સિરામીકમાં મજુરી કરતી વેળાએ ચોરીનો પ્‍લાન બનાવ્‍યો'તો

તસ્‍વીરમાં પકડાયેલ ત્રિપુટી પોલીસ સ્‍ટાફ સાથે નજરે પડે છે. (તસ્‍વીર : પ્રવિણ વ્‍યાસ, મોરબી) (૯.૪)

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૮: મોરબી તાલુકાના બેલા ગામે એક્‍સીસ બેન્‍કના એટીએમમાં ચોરી કરવાની કોશિશ કરનાર ત્રિપુટીના રિમાન્‍ડ દરમિયાન અનેક ખુલાસાઓ થવા પામ્‍યા છે.

ગત તા. ૨૩ ના રોજ રાત્રીના બેલા (રંગપર) ગામે આવેલ એક્‍સીસ બેંકના એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો જે બનાવમાં તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી રાજીવકુમાર બોટીરામ ભગત, સુરજકુમાર સુખદેવરાજ ભગત અને હરપ્રીતસિંગ સુખદેવસિંગ કાહલોન રહે ત્રણેય પંજાબ વાળાને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા બુધવાર સુધીના પોલીસ રિમાન્‍ડ મંજુર થયા છે. જે રિમાન્‍ડ દરમિયાન પૂછપરછમાં ખુલાસા થવા પામ્‍યા છે જેમાં આરોપી રાજીવ ભગત અગાઉ મોરબી નજીકના સીયારામ સિરામિક ફેકટરીમાં કામ કરતો હતો અને ફેક્‍ટરી બંધ થતા વતન જતો રહ્યો હતો જે ૧૪-૧૫ દિવસ પૂર્વે જ અન્‍ય બે સાથીદારો સાથે મોરબી આવ્‍યો હતો અને સિરામિકમાં મજુરી કરતા હતા જ્‍યાં કામ કરતા એટીએમ તોડવાનો પ્‍લાન બનાવ્‍યો હોવાની માહિતી ડીવાયએસપી પાસેથી પ્રાપ્ત થઇ છે.

(1:39 pm IST)