Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત દિવાળીના પાવન પર્વ નિમિત્તે વંચિત - જરૂરીયાતમંદ પરિવારોને કીટ વિતરણનો સેવાયજ્ઞ

વાલ્મીકિ સમાજમાંથી આવતા કોરોના-વોરીયર સફાઇ કામદાર ભાઇઓ-બહેનોને સહુપ્રથમ આ કીટ આપવામાં આવી : મુંબઇ સ્થિત સેવાભાવી પીયૂષભાઇ - ચંદ્રીકાબેન દેસાઇ પરિવારનો આ સેવાયજ્ઞમાં લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે : ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ સ્વ. કુસુમબેન નાનકભાઇ મેઘાણીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે પિનાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક અભિયાનનો આરંભ કરાયો છે

રાજકોટ તા. ૨૮ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત દિવાળીના પાવન પર્વ નિમિત્ત્।ે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ–વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે. ઝવેરચંદ મેઘાણીના પુત્રવધૂ અને પિનાકી મેઘાણીના માતા સ્વ. કુસુમબેન નાનકભાઈ મેઘાણીની ત્રીજી પુણ્યતિથિ નિમિત્ત્।ે ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે આ પ્રેરક અભિયાનનો આરંભ કરાયો હતો. વાલ્મીકિ સમાજમાંથી આવતાં કોરોના-વોરીયર સફાઈ કામદાર ભાઈઓ-બહેનોને સહુપ્રથમ આ કીટ આપવામાં આવી હતી જે ખાસ ઉલ્લેખનીય છે. મુંબઈ સ્થિત સેવાભાવી પીયૂષભાઈ-ચંદ્રિકાબેન દેસાઈ પરિવાર (વીકેર ઈન્વેસ્ટમેન્ટ સર્વીસ પ્રા. લિ.) : સ્વ. જયંતીલાલ વલ્લભદાસ દેસાઈ-સ્વ. જયોતિબેન, સ્વ. ધીરજલાલ પ્રભુદાસ શાહ-સ્વ. વીણાકુંવરબેન, કેયૂર-તર્જની, પ્રિયાંકી-રાજ-અન્વય, પંકિત-મલ્હારનો આ સેવાયજ્ઞમાં લાગણીભર્યો સહયોગ પ્રાપ્ત થયો છે.

આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

 (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(10:42 am IST)