Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

મોરબી હળવદ હાઈવે પરથી રીક્ષામાંથી દારૂ ઝડપાયો, રિક્ષાચાલક ફરાર.

મોરબી હળવદ હાઈવે પરથી પસાર થતી સીએનજી રીક્ષામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૦૮ બોટલ ઝડપી લીધી હતી તો રિક્ષાચાલક ફરાર થતા આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન દાડમીયા દાદા મંદિર પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને આંતરી તલાશી લેતા ડ્રાઈવર સીટ નીચે રાખેલ ઈંગ્લીશ દારૂની ૦૮ બોટલ કીમત રૂ ૩૦૦૦ મળી આવતા પોલીસે રીક્ષા અને દારૂ સહીત ૨૮ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે તો રેડ દરમિયાન રિક્ષાચાલક કાદર નામનો ઇસમ નાસી ગયો હતો જેની વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:17 am IST)