Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

મોરબી જિલ્લાના ૫૪૭ શિક્ષકોએ ખાદીની ખરીદી કરી આત્મનિર્ભર ભારતને વેગવંતુ બનાવ્યું.

 મોરબી : આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે  “ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન ” ના મંત્રને ચરિતાર્થ કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી શિક્ષણ વિભાગના કર્મીઓને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ હતુ.
આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના માધ્યમિક વિભાગ સાથે સંકળાયેલ અધિકારી , કર્મચારી તથા ૫૪૭ શિક્ષક દ્વારા ૧,૬૫,૮૫૮ રૂપિયાની ખાદીની ખરીદી કરવામાં આવી.  આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે પ્રોત્સાહિત થાય અને જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી ખાદી ખરીદવા તથા પહેરવા માટેનું અભિયાન શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

(11:26 am IST)