Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

મોરબીમાં સરસ્વતી શિશુમંદિર ખાતે શુક્રવારે મુદ્રા વિજ્ઞાન પુસ્તકનું વિમોચન

મોરબી વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સંચાલીત સરસ્વતી શિશુમંદિર – શકત શનાળા ખાતે મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
મુદ્રાઓનું પોતાનું એક વિજ્ઞાન છે. આવી વિવિધ મુદ્રાઓનું વિજ્ઞાન સમજાવવા, ગાગરમાં સાગરને સમાવવાની કોશિશ કે. રંગરાજ અયંગાર દ્વારા થઈ છે. જેનો માતૃભાષામાં અનુવાદ અનિલભાઈ રાવલ (પ્રધાનાચાર્ય, દિવાન બલ્લુભાઈ શાળા, કર્ણાવતી) દ્વારા થયો છે. તો આ મુદ્રા વિજ્ઞાન પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ તા. 29ને શુક્રવારે રાત્રે 9 કલાકે સરસ્વતી શિશુમંદિર, મોરબી – રાજકોટ હાઇવે, શકત-શનાળા ખાતે રાખેલ છે.
જેમાં મુખ્ય અતિથિ તરીકે બ્રિજેશભાઇ મેરજા (રાજય કક્ષાના મંત્રી – શ્રમ અને રોજગાર) વિશેષ ઉપસ્થિતિ તરીકે ભાણદેવજી (સરસ્વતી નિકેતન આશ્રમ – જોધપર), અતિથિ વિશેષ તરીકે દુર્લભજીભાઇ દેથરીયા (પ્રમુખ, મોરબી જિલ્લા ભા.જ.પ.), મુખ્ય વકતા તરીકે નિતિનભાઇ પેથાણી (કુલપતિ – સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ) હાજર રહેશે. તેમ પ્રમુખ બાબુભાઈ બેચરભાઈ અઘારા અને મંત્રી જયંતિભાઇ પોપટભાઈ રાજકોટીયા (માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન – મોરબી) તથા નિયામક સુનીલભાઇ રતીલાલ પરમાર (સરસ્વતી શિશુમંદિર)ની યાદીમાં જણાવાયું છે.

(11:29 am IST)