Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

મોરબીના પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં મહિલાએ મકાન પચાવી પાડ્યા.

મોરબીના પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટીમાં એક મહિલાએ બે વર્ષથી જમીન પચાવી પાડી મકાનમાં ગેરકાયદેસર કબજો કર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે હાઉસિંગ બોર્ડમાં રહેતા મકનભાઈ નથુભાઈ સરાવાડિયા (ઉ.૬૫) ની માલિકીના પીપળી ગામના સર્વે નંબર ૨૯૧/૨ પૈકી-૩ પૈકી ૧ ની જમીનમાં આવેલ પ્લોટ-૧૫ પૈકીની ચોરસ ફૂટ ૪૮૦,૪૫૬ તેના ચો.મી. ૪૪-૬૫૨ ની જમીન વાળા મકાનમાં આરોપી ઉષાબેન ચંદ્રેશભાઈ પંડ્યા રહે-પીપળી ગામે શ્યામપાર્ક સોસાયટી એ આશરે બે વર્ષથી પહેલાથી આજદિન સુધી ગેરકાયદેસર કબજો કરી મકાન પચાવી પાડ્યા હોવાની ફરિયાદ મકનભાઈ મોરબી તાલુકા પોલીસમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની કલમ ૪(૩),૫(ગ) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)