Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

ચુનારા ગેંગના મુખ્ય સુત્રધાર મહેશ ચુનારાને રાજકોટના કોઠારીયામાથી દબોચી લેતી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૭ : જીલ્લા પોલીસ અધિક્ષક દીપ ભદ્રનનાઓની સુચના તેમજ એલ. સી. બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ. એમ. નિનામાનાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પો.સ.ઇ.એ એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.

દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચનાઓને બાતમી મળેલ કે અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નં. રર/ર૦૦૯ ઇ.પી.કો. કલમ ૩૦ર, ૩૯પ,૩૯૭ વિગેરેના કામે  નાસતો ફરતો અને અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરેલ આરોપી મહેશ અરજણભાઇ ઉર્ફે અજો ચુનારા દેવી પુજક ઉ.૩૧ ધંધો-છુટક મજુરી રહે કોઠારીયા રોડ, ગધીવાડ, રાજકોટ રહે મુળ ગામ કોટડા, તાલુકો ધંધુલકા જી. અમદાવાદ વાળો પોતાની ઓળખ બદલી હાલ રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારના ગંધીવાડ વિસ્તારમાં હાજર હોય જે બાતમી હકીકત આધારે સદરહું હક્કીત વાળા ઇસમને પકડી પાડી આવળની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવા તજવીજ કરેલ છે.

આ કામમગીરી પેરોલ ફર્લો સ્કવોડના પો.સ.ઇ.એ.એસ.ગરચર તથા પો.હેડ. કોન્સ. લખધીરસિંહ જાડેજા,ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, તથા પો. કોન્સ. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા મહિપાલભાઇ સાદિયા તથા હેડ. કોન્સ. અરવિંદગીરી તથા એલ.સી.બી.ના હેડ કોન્સ. નિર્મળસિંહ એસ.જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(11:35 am IST)