Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

પોરબંદરના શિવશકિત આશ્રમમાં પૂજન કરતા પૂ. લાલબાપુ

પોરબંદરઃ પૂ. શ્રી લાલબાપુએ શિવ શકિત આશ્રમની મુલાકાત લઇને ભગવાન શિવ અને પૂજ્ય બાબુજતીબાપુ નું પૂજન કર્યું હતું. આશ્રમમાં બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવ તથા માતા અન્નપુર્ણાના આશિર્વાદ પ્રાપ્ત કરીને પરમ પૂજ્ય સંત શિરોમણી  બાબુજતીબાપુ (બાબુગીરીબાપુ) ની પ્રતિમાનું પૂજન કર્યું હતું અને આશ્રમની પ્રવૃત્તિઓ વિશે જાણ્યું હતું. આશ્રમનાં મહંત કૃષ્ણજતીબાપુ દ્વારા પૂજ્ય લાલબાપુનું ગાયત્રી માતા તેમજ બાબુજતીબાપુની પ્રતિમા આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ૧૫૧ કુવારિકા દીકરીઓ દ્વારા લાલ બાપુ ઉપર પુષ્પવર્ષા કરી  અભિવાદન કર્યું હતું. તેઓ સાથે ઉપસ્થિત ગાયત્રી આશ્રમ ગઘેથડના રાજુ ભગત અને દોલુ ભગત વિગેરેને  આવકારવામાં આવ્યા હતા. જે બાદ લાલબાપુ દ્વારા આશ્રમમાં ઉપસ્થિત ધર્મ સંસ્કાર નીતિ પ્રમાણિકતા વિશે પ્રવચન આપ્યું હતું. આશ્રમ દ્વારા ભોજન પ્રસાદી રાખવામાં આવી હતી અને ૧૫૧ કુવારિકા દીકરીઓને શાલ સાથે દક્ષિણા કન્યા ભેટ આપવામાં આવી હતી. શિવ શકિત આશ્રમના મહંત શ્રી કૃષ્ણજતીબાપુ ગુરુ બાબુજતીબાપુની રાહબરી હેઠળ મોટી સંખ્યામાં સેવકભાઈ બહેનોએ જેહમત ઉઠાવી કાર્યકર્મ સફળ બનાવ્યો હતો. પૂ. લાલબાપુએ ભગવાન શિવ અને પૂ. બાબુ જતીબાપુની પ્રતિમાનું પૂજન કર્યુ તે તસ્વીરો (તસ્વીરો : પરેશ પારેખ, પોરબંદર)

(12:34 pm IST)