Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

અમરેલીના સુખપુરમાં સગાઇ બંધ રહેતા દંપતિને બાઇક ઉપરથી પછાડીને ધમકી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૮ : ધારી તાલુકાના સુખપુર ગામે રહેતા જયસુખભાઇ બાલાભાઇ ચૌહાણ ઉ.વ.૪૦ના ફઇની દિકરીની દિકરી ભુમિબેનની સગાઇ ધનજી કુરજીભાઇ સીસદાણાના દિકરા વિશાલ સાથે કરવાની વાત ચાલતી હોય અને ધનજીભાઇ દારૂ પીવાની ટેવ વાળા હોવાથી સગાઇ બંધ રહેતા વિલાસબેન ધનજીભાઇ, વંદનાબેન ધનજીભાઇ, ધનજીભાઇ કુરજીભાઇએ બાઇક ઉપરથી પતિ-પત્નીને પછાડી માર મારી ધમકી આપ્યાની ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજા

સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામે સરપંચ ભનુભાઇ નાથાભાઇ મોર ઉ.વ.૪૬ રોડનું કામ કરતા હોય જેથી સારૂ નહીં લાગતા ચાંપરાજ મેરામભાઇ જેબલીયાએ તું અમારૂ કામ કરતો નથી તેવું જણાવી કુહાડા વડે માર મારી ઇજા કરી ધમકી આપ્યાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

ચલાલા પીજીવીસીએલના કર્મચારી નારણભાઇ ગોકળભાઇ પરમાર ઉ.વ.પ૩ને હનુભાઇ ભાણભાઇ બેપારીયા રહે. માણાવાવાળાએ મોબાઇલ ફોનમાં પાવર કેમ બંધ કર્યો તેવું જણાવી ગાળો બોલી તલવાર વડે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંૅધાવી છે.

ફરિયાદ

જાફરાબાદ પીપળીકાંઠા વિસ્તારમાં રહેતા સંજયભાઇ જેશાભાઇ શિયાળ ઉ.વ.રપને અગાઉ ઉકા ભગુભાઇ ભાલીયાના ગુન્હામાં જામીન થયેલ હોય અને લોક અદાલતમાં મુદતે હાજર રહેવા માટે જણાવેલ તેનો ખાર રાખી માર મારી ધમકી આપ્યાની જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

સુરતમાં સોનલબેન જયેશભાઇ ચૌહાણ ઉ.વ.૩૭ને પતિ જયેશ વિઠલભાઇ ચૌહાણે પિતાના ઘરે જવાની ના પાડી ત્રાસ આપી માર મારી ધમકી આપ્યાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ઇજા

સાવરકંુડલા તાલુકાના ભેકરાથી પીઠવડી જતા રોડ ઉપર ધો.૧૧ની પરીક્ષા આપવા જતા અજય  લાખાભાઇ જાદવને ડમ્પર જીજે૧૦ ટીટી ૪પ૧૬ના ચાલકે પુરઝડપે અને બે ફિકરાઇથી ચલાવી હડફેટે લઇ પગમાં ઇજા કરી સારવારમાં લાવી ઓપરેશન કરાવી કાયમી ખોટ લાવી ચાલક નાસી ગયાની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:12 pm IST)