Gujarati News

Gujarati News

News of Thursday, 28th October 2021

વહેલી સવારે ઠંડો પવન ફુંકાયો

સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ

રાજકોટ,તા.૨૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે વહેલી સવારે ઠંડો પવન ફુંકાયો હતો. અને સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને બપોરન સમયે અસહય ઉકળાટ સાથે ગરમી સાથે ઉજળા જેવું વાતાવરણ છવાઇ જાય છે.

રાજકોટમાં બુધવારે બે ડિગ્રીનું તાપમાન વધતા મહતમ તાપમાન ૩૭ ડિગ્રીએ પહોંચ્યું હતું. લઘુતમ તાપમાન ૨૧.૩ ડિગ્રી રહ્યું હતું. સવારના સમયે પવનની ઝડપ સવારે ૩ કિલોમીટર રહી હતી અને બપોરે ૧૪ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો. હવામાં ભેજનું પ્રમાણ ૨૯ ટકા રહ્યું હતું. સવારે અને સાંજ પવનની દિશા અને ઝડપ બન્ને બદલાય છે. કયારેક ઠંડા પવનનો ફુંકાવાથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળે છે. નવેમ્બર માસથી શિયાળાની શરૂઆત થશે. શિયાળો શરૂ થતા હવે ધીમે-ધીમે સવારે અને સાંજે યોગ કરતા અને કસરત કરતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩૩.૫ મહતમ, ૨૨ લઘુતમ, ૬૫ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪.૫ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:14 pm IST)