Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સુરેન્‍દ્રનગરમાં કલેકટરની અધ્‍યક્ષતામાં દત્તક વિધાનના ઓર્ડર કરાયા

વઢવાણ : દેશમાં અમલી એડોપ્‍શન રેગ્‍યુલેશન એકટમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્‍યો. જુવેનાઈલ જસ્‍ટીસ એકટ અને એડોપ્‍શન રેગ્‍યુલેશન એકટમાં અગાઉ કોર્ટ દ્વારા બાળકોને દત્તક આપવાની કાર્યવાહી થતી હતી. ત્‍યારે વર્ષ ૨૦૨૨માં આમાં ફેરફાર કરીને આ સત્તા હવેથી જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે. જેમાં દત્તક વીધાન અંગેના કેસ જિલ્લા મેજીસ્‍ટ્રેટ સમક્ષ ચાલશે. ત્‍યારે એડોપ્‍શન અવેરનેશ મંથ નવેમ્‍બર ૨૦૨૨ના ભાગ રૂપે શનીવારે દત્તક વિધાન અંગેના ૩ કેસની મુદત રાખવામાં આવી હતી. જેમાં સુરેન્‍દ્રનગર ચીલ્‍ડ્રન હોમમાં રહેલા ૩ બાળકોને દત્તક લેવા માટે વાલીઓ આવ્‍યા હતા. આ સ્‍પેશ્‍યલ એડોપ્‍શન એજન્‍સીની બેઠકમાં જિલ્લા કલેકટર કે.સી.સંપત, બાળકોને દત્તક લેનાર માતા-પિતા, પ્રોબેશન ઓફીસર જયપાલ ચૌહાણ, જિલ્લા બાળ સુરક્ષા અધીકારી અજય મોટકા, હોમના અધીક્ષક જયેશ સાપરા, મેનેજર  પ્રકાશ ગોહીલ, નાયબ મામલતદાર ડી.કે. પ્રજાપતી, હીરેન પાટડીયા સહીતનાઓ ઉપસ્‍થીત રહ્યા હતા. મુદતના અંતે કલેકટરે કાયદાકીય જોગવાઈ હેઠળ ૩ દત્તક વીધાન અંગેના આખરી આદેશ કર્યા હતા. આગામી સમયમાં આ ૩ બાળકોને વીધીવત રીતે તેમના માતા-પિતાને દત્તક આપવામાં આવશે. (તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(12:18 pm IST)