Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઉના બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ અને આપ વચ્‍ચે રસાકસીભર્યો જંગ

અત્‍યાર સુધીમાં ૬ વખત ચુંટણી જીતી ગયેલા કોંગ્રેસના ઉમેદવાર પૂંજાભાઇ વંશ સાથે ભાજપના કાળુભાઇ રાઠોડ અને આમ આદકી પાર્ટીના સેજલબેન ખૂંટની ટક્કરઃ કોળી, પટેલ અને મુસ્‍લીમ સમાજના મતો નિર્ણાયક બનશે

ઉના તા. ર૮ :.. ૯૩ વિધાનસભા મત વિસ્‍તારમાં આ વખતે ૩ પાંખીયો જંગ જામશે કોઇપણ ઉમેદવારને ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવવું પડશે તેવી સ્‍થિતિ જણાય છે. ચૂંટણીમાં કોંગ્રેસનાં પૂંજાભાઇ વંશ, ભાજપ કાળુભાઇ રાઠોડ, આમ આદમી પાર્ટીનાં સેજલબેન ખૂંટ વચ્‍ચે રસાકસી થશે.

ઉના ૯૩ વિધાનસભાનો મત વિસ્‍તાર ઉના-ગીર ગઢડા તાલુકા હેઠળ આવે છે. અત્‍યાર સુધીમાં આઠમી વખત કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડીને ૬ વખત વિજેતા બનેલા વર્તમાન ધારાસભ્‍ય પુંજાભાઇ બી. વંશ, જયારે ૩જી વખત ભાજપના ઉમેદવાર કાળુભાઇ ચનાભાઇ રાઠોડ ચૂંટણી લડી રહ્યા છે.

જયારે સબળ ટકકર મારે તેવા આમ આદમી પાર્ટીના સેજલબેન મનસુખભાઇ ખૂંટ તથા અન્‍ય ૯ ઉમેદવારે ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી જાહેર થયેલ મતદાર યાદી મુજબ ઉના વિધાનસભા બેઠકના ૧,૩૬,૭૯૯ પુરૂષ મતદારો તથા ૧,૩૦,ર૪૧સ્ત્રી મતદારો તથા અન્‍ય તેમજ સને ર૦૧૭ માં ર,૩૩,૩૩૪ મતદારો હતાં. હાલ ર,૬૭,૦૪૩ મતદારો તેના મતદાન કરશે.

આ બેઠક ૧૯૬ર થી કોંગ્રેસનો ગઢ ગણાતી આવી છે. ૧૦ વખત કોંગ્રેસ જીતી છે. જેમાં પુંજાભાઇ વંશ ૬ વખત જીતેલા છે. ર૦૦૭ માં ભાજપનાં કે. સી. રાઠોડ સામે ૧૦૭૦૬ મતે હારેલાં હતાં. ભાજપ ૧ વખત જીતી છે.  તે સને ર૦૦૭ માં.

મતોનાં જ્ઞાતિના સમીકરણોમાં સૌથી વધુ કોળી જ્ઞાતી ૪૧ ટકા મુસ્‍લીમ સમાજ ર૦ ટકા, પટેલ સમાજ ર૦ ટકા, બ્રાહ્મણ, વણિક, લુહાણા છે. નિર્ણાયક મતો કોળી સમાજ, પટેલ સમાજ, મુસ્‍લીમ સમાજના ગણાવ્‍યા છે.

ગત ર૦૧૭ ની ઉના વિધાનસભાની ચૂંટણીમાં ૧,ર૧,૦૪૪ પુરૂષોએ ૧,ર૯૦ મહિલાઓમે મળી ર લાખ ૩૩૩૪ લોકોએ મતદાન કરેલ હતું. ૬૩.૭૧ ટકા મતદાન થયેલ જયારે પરીણામમાં (૧) કોંગ્રેસનાં પુંજાભાઇ ભીમાભાઇ વંસને ૭ર,૭૭પ મત મળેલ. (ર) ભાજપનાં હરિભાઇ બોઘાભાઇ સોલંકીને ૬૭,૮૪૭ મતો ૪૯ર૮ મતોએ પુંજાભાઇ વંશનો ૬ઠ્ઠી વખત જીતેલ હતાં. ૧૮૬૧ મતો નોટાને મળેલ હતાં. અપક્ષોએ ભાજપ બાજી ઉધી કરી હતી.

આ વખતે ભાજપે પણ આ ચૂંટણી જીતવા માટે એડી  ચોટીનું જોર લગાવું પડશે મતદારો અત્‍યારે પોતાનું મન કળાવા દેતા નથી અને મતદારોનું મૌન રાજકીય પક્ષીનું અકળાવી રહ્યું છે ત્‍યારે સત્તાધારી પક્ષને મોંઘવારી અને મંદીની પણ અસર થાય તો નવાઇ નહિ હાલ ભાજપ અને કોંગ્રેસ અને આપ જીતવા માટે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને મતદારોએ મૌન ધારણ કરતા તેમનું જોક કયા તરફ છે તે કહી શકાય તેમ નથી. હાલની તકે કર્યો પક્ષ જીતશે કે કર્યો પક્ષ હારશ ? તે કહવું મુશ્‍કેલ છે.કોંગ્રેસના ધારાસભ્‍યને પણ ચૂંટણી જીતવા પુરતુ જોર લગાવવું પડશે પરંતુ ગામડામાં માઇક્રોપ્‍લાનીંગ પ્રચાર, પાંચ વરસ દરમ્‍યાન વિરોધ પક્ષમાં હોવા છતાં રોડ, રસ્‍તા, આરોગ્‍યની કામગીરી જમા પાસુ છે. તેમ છતાં મતદારોને મતદાન બુથ સુધી લઇ જવા એ સફળતા ગણશે. ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પ૦ થી વધુ ગ્રામ પંચાયત સરપંચો, સભ્‍યો કોંગ્રેસ પ્રેરીત જીતેલ હતાં.

ઉના તાલુકાનો છેલ્લા રર વરસથી વિકાસ થંતી ગયો છે. ૪૦ વરસ જૂન એકમાત્ર ઉદ્યોગ સુગર ફેકટરી બંધ થઇ જતા લોકો રોજીરોટી વગરના થઇ ગયા છે. એક માસ  મત્‍સ્‍ય ઉદ્યોગ છે. સગવડતા ઓછી હોવાથી મુશ્‍કેલી પડે છે. ખેતી આધારીત અર્થતંત્ર ચાલે છે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા મોંઘુ બિયારણ, ખાતર, મજૂરી બાદ કરતા કાંઇ વધતુ નથી.

આ વિસ્‍તારમાં આંબાઓ, નાળીયેરનું વાવેતર પુષ્‍કળ છે. જે તેના આધારીત રાજય સરકાર, કેન્‍દ્ર સરકાર ઉદ્યોગ લાવે તો લોકો સમૃધ્‍ધ થાય તેમ છે. રોડ રસ્‍તામાં કામ ધીમગતીએ ચાલે છે. આરોગ્‍ય માટે ઉનામાં સેમી સીવીલ હોસ્‍પીટલ ૧૦૦ બેડની રાજકીય નેતાઓની નિષ્‍ક્રીયતાથી ગીરગઢડા ચાલી ગઇ અને ઉના વંચીત રહ્યું રેલ્‍વેમાં વરસોથી મીટર ગેજ રેલ્‍વે છે. લોકલ દેલવાડા - જૂનાગઢ-દેલવાડા-વેરાવળ એમ બે ટ્રેન આવે અને જાય છે.

(12:28 pm IST)