Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

જામનગરના ઘરેલુ હિંસાના ગુન્‍હામાં ફરાર આરોપી મોરબીમાંથી પકડાયો

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૮: મોરબીમાં એસ.ઓ.જી. પોલીસે જામનગર ખાતેના ઘરેલુ હિંસા કેસમાં પાંચ માસથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો.

 પ્રાપ્ત વિગતો અનુસાર એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન પો.હેડ.કોન્‍સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા પો.કોન્‍સ. આશીફભાઇ રહીમભાઇ રાઉમાને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગર મહિલા પોલીસ સ્‍ટેશન ખાતે ઘરેલુ હિંસાના ગુન્‍હામાં પાંચ માસથી ફરાર ૪૦ વર્ષીય આરોપી અશોક વાલજીભાઇ મધોડીયા હાલ મોરબીના મહેન્‍દ્રનગર, ધર્મમંગલ સોસાયટીમાં રહે છે અને મોરબી જેતપર રોડ ઉપર લેકમી સીરામીક પાસે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી અશોક વાલજીભાઇ મધોડીયાને પકડી પાડી મોરબી તાલુકા પો.સ્‍ટે.માં હસ્‍તગત કરી જામનગર જિલ્લા પોલીસ કંન્‍ટ્રોલરૂમને સમગ્ર હકીકતની જાણ કરી હતી. આ કામગીરીમાં એમ.પી.પંડ્‍યા,ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર, એસ.ઓ.જી.મોરબી,  પો.સબ ઇન્‍સ.એમ.એસ.અંસારી કે.આર.કેસરીયા, એસ.ઓ.જી.,મોરબી, એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, તથા પોલીસ હેડ કોન્‍સ. રસીકકુમાર કડીવાર,  સબળસિંહ  સોલંકી, જુવાનસિંહ રાણા, શેખાભાઇ મોરી, મુકેશભાઇ જોગરાજીયા, પોલીસ કોન્‍સ્‍ટેબલ, આશીફભાઇ રાઉમા,  ભાવેશભાઇ  મીયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા,  અંકુરભાઇ અશ્વિનભાઇ લોખિલ વગેરે જોડાયેલ હતા.

(1:17 pm IST)