Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

કોંગ્રેસની નીતિઓ ઉપર સાવરકુંડલામાં આકરા પ્રહાર કરતા યોગી આદિત્‍યનાથ

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા. ૨૮ : ભાજપે સાવરકુંડલા-લીલીયા સીટ ઉપર યુ.પી.ના મુખ્‍યમંત્રી અને હિન્‍દુ વિચારધારાના બ્રાન્‍ડ એમ્‍બેસેડર ગણાતા યોગી આદિત્‍યનાથની જાહેરસભાનું તા. ૨૬/૧૧/ શનિવારના રોજ આયોજન કર્યું છે. સાવરકુંડલાનાં મહુવા રોડ ઉપર આવેલ વ્‍યાયામ મંદિરના મેદાનમાં બપોરે બે વાગ્‍યે યોજાયેલી જંગી સભામાં બુલડોઝર બાબા યોગી આદિત્‍યનાથનું સમયસર આગમન થયું હતું. યોગીનું આગમન થતા જ ઉપસ્‍થિત જનમેદની હર્ષથી ઝૂમી ઉઠી હતી. અને સુત્રોચ્‍ચાર કરી યોગીનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું. સભામાં યોગીની સાથે સ્‍ટેજ ઉપર ભાજપનાં આગેવાનો સાથે સાધુ -સંતોને પણ સ્‍થાન અપાયું હતું અને સહુએ યોગી આદિત્‍યનાથનું ફુલહારથી સ્‍વાગત કર્યું હતું. બાદમાં યોગીએ ભાજપની કેન્‍દ્ર સરકારની કામગીરી બીરદાવી કોરોનાકાળમાં કરેલી વકેસીનની કામગીરી-આયોધ્‍યામાં રામમંદિરની કામગીરી, કલમ ૩૦ નાબુદીની કામગીરી, ગુજરાતના પાવાગઢમાં ધ્‍વજારોહણ વગેરે કામની નોંધ લઇ ભારતના મજબુત અને ઉજ્જવળ ભવિષ્‍ય માટે ભાજપ એક માત્ર પાર્ટી કામ કરી શકે તેમ હોય ભાજપની સરકારનાં હોથ મજબુર કરવા ગુજરાતમાં ભાજપન સરકાર ભારે બહુમતીથી ફીર સત્તા જાળવી રાખે તે માટે મતદાન કરવા અપીલ કરી હતી. સભામાં મોટી સંખ્‍યામાં જનમેદની ઉમટી પડી હતી. સાવરકુંડલા-લીલીયાના ભાજપના ઉમેદવાર મહેશ કેસવાળાને વિજેતા બનાવવા યોગી આદિત્‍યનાથને () આપ્‍યો હતો.

(1:31 pm IST)