Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ટંકારા ૭૩માં ''સંવિધાન દિવસ''ની ઉજવણી

ટંકારા : ખીજડીયા રોડ પર આવેલ ગરીબ, પીડીત, શોષિત અને વંચિત સમાજના લોકોની વસાહતમાં  ૭૩ માં 'સંવિધાન દિવસ' નિમિતે પરમ પુજ્ય ડો. બાબા સાહેબ આંબેડકર અને બહુજન નાયક માન્યવર કાંસીરામ સાહેબ ની યાદમાં ભારતીય બંધારણના ઉપક્રમે  કાર્યક્રમ યોજાયેલ. ભાવિષા, કિર્તી, ચાહત અને કોમલ દ્વારા દિપ પ્રકટાવી ડૉ.બાબા સાહેબ અને માન્યવર કાંસીરામનાં તૈલી ચિત્રોને પુષ્પાર્પણ કરેલ. કોમલ દ્વારા બાબા સાહેબના જીવન પર પ્રવચન આપ્યું હતું.એડવોકેટ હિતેષ ભાઈ દ્વારા સંવિધાન અને કાયદાકીય પ્રવૃતિઓ વિશે માહિતગાર કર્યા હતા. આ તકે ઉપસરપંચ નિર્મળાબેન ચાવડા, ગીતાબેન વાળા, ટંકારાના સામાજીક કાર્યકર હેમંતભાઇ ચાવડા, પ્રવીણભાઈ ચૌહાણ, દિલિપભાઈ મકવાણા, અશ્વિનભાઈ પરમાર, જીતુભાઈ, નરેન્દ્રભાઈ, વિનુભાઈ, મનોજભાઈ વાળા,ગોવિંદભાઈ, ભરતભાઈ અને બહોળી સંખ્યામાં બહેનો અને બાળકો હાજર રહ્યા હતા.  બંધારણ દિવસ ની ઉજવણીમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સમાપન હેમંતભાઇ ચાવડાએ કર્યું હતું.(તસ્વીર : હર્ષદરાય કંસારા ટંકારા)

(1:41 pm IST)