Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ભાવનગરમાં ભરતનગર મતદાન કેન્‍દ્ર વિધાનસભાની થીમ ઉપર બનશે

વિધાનસભામાં પ્રવેશી મતદારો પોતાના ધારાસભ્‍યોને માટે મતદાન કરી રહ્યા હોય તેવો અહેસાસ કરાવતી આ થીમ ઉભી કરવામાં આવનાર છે

રાજકોટ તા. ર૮: ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ગુજરાત વિધાનસભાની થીમ આધારિત મતદાન મથક ઉભું કરવામાં આવનાર છે. આ મતદાન મથક ભાવનગર શહેરના ભરતનગરમાં આવેલ શાળા નં. ૭૬ ખાતે ૧ર×૧ર ઘુંમટ સાથે વચ્‍ચે ૭×પ.૩ જગ્‍યાનું ઘુમ્‍મર સાથેનું ગુજરાત વિધાનસભાની થીમ આધારિત મતદાન કેન્‍દ્ર ઉભું કરવામાં આવનાર છે.

આ મતદાન કેન્‍દ્રની વિશેષતા એ રહેશે કે મતદાર પોતે મતદાન કરવા આ કેન્‍દ્રમાં પ્રવેશ કરશે ત્‍યારે ગુજરાત વિધાનસભામાં પ્રવેશી પોતે પોતાના ધારાસભ્‍યોને માટે મતદાન કરી રહ્યા હોય તેવો અહેસાસ કરાવતી આ થીમ ઉભી કરવામાં આવનાર છે.

(3:37 pm IST)