Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કચ્છમાં ફરી ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ : રિક્ટર સ્કેલ પર 2,8ની તીવ્રતા નોંધાઈ : દુધઇથી 12 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ

ભુજ : આજે ફરી કચ્છમાં ભૂકંપનો આંચકો આવતા લોકો ફફડી ઉઠ્યા હતા. જોકે,રિક્ટર સ્કેલ ઉપર 2.8ની તીવ્રતા નોંધાઈ હતી. કચ્છમાં દુધઈથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળ્યુ છે

 છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં ભૂકંપના આચંકાનું પ્રમાણ વધી રહ્યુ છે નિષ્ણાંતો ના મતે વાગડ ફોલ્ટલાઈન સક્રિય થતા ભૂકંપના આંચકા આવ્યા હોવાની શક્યતાઓ છે.
 હાલ હોળી અને ધુળેટી નું પર્વ લોકો મનાવી રહ્યા છે ત્યારે કચ્છ માં ભૂકંપ નો હળવો આંચકો આવતા લોકોના ફફડાટ ફેલાયો હતો.

(12:54 pm IST)