Gujarati News

Gujarati News

News of Monday, 29th March 2021

કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા : દુધઈ બાદ ભચાઉ અને રાપરમાં પણ ધરા ધ્રુજી

રાજકોટ::::કચ્છમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. દુધઈ બાદ  ભચાઉ અને રાપરમાં પણ ધરા ધ્રુજી હતી.

         ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે, કાલે રાત્રીના ૯: ૧૬ વાગ્યે કચ્છના દુધઇમા ૨.૮ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ દુધઇ થી 12 કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.

         જ્યારે આજે ધુળેટીના દિવસે વહેલી સવારે ૫:૪૭ વાગ્યે કચ્છના ભચાઉમા ૧.૯ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્ર બિંદુ ભચાઉ થી ૧૩ કિલોમીટર દૂર પશ્ચિમ દિશા તરફ હતું.

         આજે સવારે ૮:૧૮ વાગ્યે કચ્છના રાપરમાં ૧.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનો કેન્દ્ર બિંદુ રાપર થી ૨૭ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.

          કચ્છમાં કાલે હોળી અને આજે ધુળેટીના દિવસે બે દિવસના ભૂકંપના ત્રણ આંચકા અનુભવાતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે જોકે તીવ્રતા ઓછી હોવાથી ખાસ કોઈ અસર થઈ નથી.

 
(3:47 pm IST)