Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મતદાનના દિવસે મતદાન મથકમાં મતદાન ના કરી શકનારા મતદારો "પોસ્ટલ બેલેટ"થી કરી શકશે મતદાન

જૂનાગઢ જિલ્લાના પોસ્ટલ બેલેટનાં નોડલ ઓફિસર એન.એફ.ચોધરીને અધ્યક્ષસ્થાને એસેનસિઅલ સર્વિસ વોટર્સને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા અંગે બેઠક યોજાઇ

રાજકોટ તા.૨૭  :જૂનાગઢના જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ મેન  પાવર, બેલેટ પેપર, પોસ્ટલ બેલેટનાં નોડલ ઓફિસર અને અધિક નિવાસી કલેકટરશ્રી એન.એફ.ચોધરીને અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અન્વયે એસેનસિઅલ  સર્વિસ વોટર્સને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા અંગે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એન.એફ.ચોધરીએ એસેનસિઅલ  સર્વિસ વોટર્સ કે જે ફરજ(કામકાજ)ના લીધે મતદાનના દિવસે તેના મતદાન મથકે જઇને મતદાન કરી શકે એમ નથી તે પોસ્ટલ બેલેટનું ફોર્મ નં .૧૨ ડી ભરીને  પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. મતદાર પોતાના  મતદાનનો ઉપયોગ કરી શકશે. જેથી  મતદારો મતદાનથી વંચિત ના રહે. તથા પોસ્ટલ બેલેટથી અગાઉ જ મતદાન કરી શકે.

બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રીએ સર્વે પોસ્ટલ બેલેટ સબંધી નોડલ અધિકારીશ્રીઓને ઇમરજન્સી અને એસેનસિઅલ  સર્વિસ વોટર્સને પોસ્ટલ બેલટથી મતદાન કરાવવા સમય મર્યાદામાં ફોર્મ નં .૧૨ ડી ભરાવવામાં આવે તેવી સુચના આપી હતી.

આ બેઠકમાં ચૂંટણીનાં પોસ્ટલ બેલેટ સબંધી  નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(- પારૂલ આડેસરા - માહિતી ખાતુ -રાજકોટ)

(10:56 pm IST)