Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મોરબીમાં એકપણ પર્યટન સ્થળ નથી તે દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ : નિતેષ લાલન

કચ્છ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મોરબી પધાર્યા કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી, પ્રશ્નો સાંભળ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : લોકસભા ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે અને ઉમેદવારોના નામની જાહેરાતના લીસ્ટ બહાર પડી રહ્યા છે ત્યારે ઉમેદવારો પ્રચાર અભિયાન કરી રહ્યા છે જેમાં કચ્છ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર નિતેષ પરબતભાઈ લાલન આજે મોરબી પધાર્યા હતા અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

    કોંગ્રેસ ઉમેદવાર નિતેષ લાલન આજે મોરબી આવ્યા હતા જ્યાં પ્રથમ તેઓએ ઉમિયા માતાજીના દર્શન કરી બાદમાં ડો. બાબા સાહેબ આંબેડકર, શહીદ ભગતસિંહ અને સરદાર પટેલની પ્રતિમાને હારતોરા અર્પણ કરી શિવ હોલ ખાતે કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસ અને આપના હોદેદારો અને કાર્યકરોએ તેમને આવકાર્યા હતા.
   મીડિયા સાથેની વાતચીતમાં નિતેષ લાલને જણાવ્યું હતું કે મોરબીમાં એકપણ પર્યટન સ્થળ નથી તે દુર્ભાગ્યપૂર્ણ છે મોરબીની જનતાએ નગરપાલિકા, ધારાસભ્ય અને સાંસદ સભ્ય આપ્યા છતાં નેતાઓ પ્રજાને કશું આપી શક્યા નથી તેવી જ રીતે ઉદ્યોગકારો પાસેથી જાણવા મળ્યું કે રેલ્વેની સુવિધા નથી મળતી, સિરામિક માં શુદ્ધ પાણીનો પ્રશ્ન છે તેમજ નેચરલ ગેસમાં જીએસટીનો ભાર ઉદ્યોગકારો સહન કરી રહ્યા છે અંતમાં તેઓએ લોકો પરિવર્તનના મૂડમાં હોવાનું જણાવીને કચ્છ-મોરબી બેઠકથી પરિવર્તનનો પવન ફૂંકાશે અને તેમની સરકાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

   
(12:37 am IST)