Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

મહિલા અને દિવ્યાંગોને લોકશાહીના મહાપર્વમાં મતદાન કરવા પ્રોત્સાહિત કરવા કચ્છમાં સુવિધા સાથેના ખાસ મતદાન મથકો ઉભા કરાશે

કચ્છમાં મહિલાઓ માટે ખાસ સુવિધા સાથેના ૪૨ મતદાન મથકો જયાં તમામ પોલીંગ તથા સિકયોરીટી સ્ટાફ મહિલાઓ રહેશે : દિવ્યાંગો માટેના ૬ મતદાન મથકો દિવ્યાંગ પોલીંગ સ્ટાફ સંચાલિત રહેશે.

ભુજ:લોકશાહીના પર્વ લોકસભા ચૂંટણી-૨૦૨૪ અંતગર્ત મહિલા મતદારોની સુવિધા તથા મહિલા મતદારો આ પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને ભાગીદારી નોંધાવે તે માટે ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ માટે સખી મતદાનમથકો ઉભા કરવામાં આવતા હોય છે. જે અનુંસધાને આ લોકસભા ચૂંટણીમાં કચ્છમાં ૪૨ મતદાન મથકો કચ્છમાં ફાળવવામાં આવ્યા છે. જ્યાં તમામ પોલીંગ સ્ટાફથી માંડીને સિકયોરીટી સ્ટાફ મહિલા રહીને પોતાની ફરજ બજાવશે. તે જ રીતે દિવ્યાંગોને પ્રોત્સાહિત કરવા ૬ Pwd સંચાલિત મતદાન મથક કાર્યરત કરાશે.

જો આ સખી મતદાનમથકો પર નજર કરીએ તો,અબડાસા મતવિભાગમાં ૧૫૨-હોથીવાંઢ,૧૫૩-જસાપર,૧૫૪-વિંગાબેર,૧૫૫-દાદામાપર, ૧૫૬-કુકડાઉ,૧૬૧-આર્શીવાંઢ,૧૬૨- જખૌ સોલ્ટ, ભુજ મતવિસ્તારમાં ૯૦-ભુજ-૧, ૧૬૫-ભુજ-૭૬, ૧૬૬-ભુજ-૭૭, ૧૬૯-ભુજ-૮૦, ૧૭૧-ભુજ-૮૨, ૨૪૧- સુખપર-૪,૨૪૫-સુખપર-૮ તેમજ ગાંધીધામ મતવિસ્તારમાં ૨૪૪-ગાંધીધામ-૧૨૬,૨૪૫-ગાંધીધામ-૧૨૭,૨૪૭-ગાંધીધામ-૧૨૯, ૨૫૪-ગાંધીધામ-૧૩૬, ૨૫૫-ગાંધીધામ-૧૩૭, ૨૫૭-ગાંધીધામ-૧૩૯,૨૬૫-ગાંધીધામ-૧૪૭, માંડવી મતવિસ્તારમાં ૧૧૯-માંડવી-૪, ૧૨૪-માંડવી-૯, ૧૩૩-માંડવી-૧૮,૧૩૫-માંડવી-૨૦, ૨૪૭-મુંદરા-૧૩,૨૪૯-બારોઇ-૧, ૨૪૧-મુંદરા-૭નો સમાવેશ થાય છે. જયારે અંજાર મતવિસ્તારમાં ૧૭૩-મેઘપર કુંભારડી-૫, ૧૮૪-અંજાર-૭, ૧૯૦-અંજાર-૧૩, ૨૦૫-અંજાર-૨૮, ૨૧૩-અંજાર-૩૬,૨૧૮-અંજાર-૪૧,૨૪૪-નાગલપર મોટી-૪ અને રાપર મતવિસ્તારમાં ૧૬૫-રાપર-૩, ૧૬૬-રાપર-૪,૧૬૮-રાપર-૬,૧૬૯-રાપર-૭, ૧૭૧-રાપર-૯, ૧૭૨-રાપર-૧૦, ૧૭૯- રાપર-૧૭નો સમાવેશ થાય છે.

Pwd મતદાન મથકો-તમામ દિવ્યાંગ નાગરિકોને પ્રોત્સાહિત કરવા અને સુવિધા આપવા માટે ભારતના ચૂંટણી પંચે તમામ પાસાઓ જેમ ઓળખ કરવી, નોંધણી કરવી તેમજ Pwdનું મેપિંગ કરવું, મતદાન મથક ખાતે સરળ સુલભતા માટે માળખાકીય વ્યવસ્થાઓ અને સુવિધાઓ પુરી પાડવા કટિબધ્ધ છે. ત્યારે દિવ્યાંગ મતદારોને તેમના ઘરે પોસ્ટલ બેલેટની વધારાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ચૂંટણી પંચ દિવ્યાંગ વ્યકિતઓ ચૂંટણી પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લઇ શકે તે માટે મતદાન કર્મચારી તરીકે ફરજ સોંપવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે. તમામ મતદાન સ્ટાફ તરીકે Pwd સંચાલિત મતદાન મથકનો ખ્યાલ એ દિશામાં સકારાત્મક પગલું છે. કચ્છમાં આવા ૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે. જે સંપૂર્ણ રીતે Pwd પોલીંગ સ્ટાફ સંચાલિત રહેશે. જેમાં અબડાસામાં ૩૨૩-ગણેશનગર,માંડવીમાં ૧૧૬-માંડવી-૧, ભુજમાં ૧૭૨-ભુજ-૮૩, અંજારમાં ૧૯૫-અંજાર-૧૮, ૨૫૩-ગાંધીધામ-૧૩૫ તથા રાપરમાં ૧૮૮-પાલનપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મોડેલ પોલીંગ સ્ટેશન – દરેક વિધાનસભા મતવિભાગ માટે મોડલ મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં તમામ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવશે. અબડસામાં ૩૧૭-નખત્રાણા-૧૨, માંડવીમાં ૧૭૭-વાંકી, ભુજમાં ૧૬૪-ભુજ-૭૫, અંજારમાં ૨૩૦-અંજાર-૫૩, ગાંધીધામમાં ૬૨-ભચાઉ-૧૨ તથા રાપરમાં ૧૭૭-રાપર-૧૫નો સમાવેશ થાય છે. 

(12:39 am IST)