Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

અમરેલી જિલ્લાના દિવ્યાંગ મતદારોના પ્રશ્નો, સમસ્યાના ઉકેલ માટે દિવ્યાંગ મતદાર હેલ્પલાઈન નંબર (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ કાર્યરત

દિવ્યાંગ મતદારો ફોન કરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે

અમરેલી:લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં જિલ્લાના દિવ્યાંગ મતદારોની સહભાગિતા વધે, તેમના પ્રશ્નો, સમસ્યાના ઉકેલ માટે દિવ્યાંગ મતદાતાઓ માટેના નોડલ અને અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીશ્રી દિવ્યાંગ મતદારોને મતદાન માટેની સગવડો મળી રહે તે માટે કાર્યરત છે.  અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન તેમજ સૂચનાથી અમરેલી જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે હેલ્પલાઈન કાર્યરત છે. જિલ્લાના દિવ્યાંગ મતદારો કચેરી સમય દરમિયાન ટેલિફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૦૨૯ પર સંપર્ક કરી માર્ગદર્શન પ્રાપ્ત કરી શકશે, તેમ દિવ્યાંગ મતદાતાઓના નોડલ અને અમરેલી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે

   
(10:00 am IST)