Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જુનાગઢમાં જૂના ચોપડાનું દાન કરવા અપીલ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮

શ્રી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) મહિલા પાંખ જૂનાગઢ* દ્વારા એક સુંદર વિચાર સાથે સેવા રૂપી હર વર્ષ ની જેમ જે ભૂદેવ પરિવાર ના બાળકો ની વાર્ષિક પરીક્ષાઓ નો સમય ચાલી રહ્યો છે, પરીક્ષા પૂરી થયા બાદ દરેક બાળક આગળ ના ધોરણ માં પ્રવેશ કરશે એટલે સામાન્ય રીતે બાળક ના જૂના પુસ્તકો આપણે પસ્તી માં આપી દેતા હોઈએ છીએ .પરંતુ જો એ *પુસ્તકો જરૂરિયાત મંદ ભૂદેવ પરિવાર ના બાળકો ને દાન માં આપી એમને મદદરૂપ બની શકીએ. 

       આ વર્ષે પણ જે પરિવાર પુસ્તકો આપવા અને મેળવવા ઈચ્છતા હોય એ મો.નં.૯૪૦૮૯૪૮૪૩૫.       મો.નં.૬૩૫૫૫૦૦૦૫૪ ,   મો.નં.૯૮૯૮૫૦૦૯૫૧ ઉપર 

  સંપર્ક કરી શકે છે તેમ આયોજક મહિલા પાંખ 

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

(10:13 am IST)